દિલ્હીએ આર્મીની મદદ માગી, હાઈકોર્ટે કહ્યું કેન્દ્ર સરકાર તાકીદે અભિપ્રાય આપે

May 04, 2021

નવી દિલ્હી: દિલ્હીમાં કોરોના બેકાબૂ બન્યો છે. બીજી બાજુ દર્દીઓની સંખ્યામાં ઝડપથી વધારો થઈ રહ્યો છે. હોસ્પિટલોમાં બેડ ખૂટી ગયા છે. દવા, ઓક્સીજન
અને વેક્સિનની અછત સર્જાઈ છે ત્યારે બે દિવસ પહેલા દિલ્હી હાઈકોર્ટે દિલ્હીની કેજરીવાલ સરકારને આર્મીની મદદ કેમ નથી લીધી તેવી ટિપ્પણી કરી હતી.
દિલ્હી હાઈકોર્ટની ટિપ્પણી પછી દિલ્હી સરકારે આર્મીની મદદ માગતો પત્ર કેન્દ્ર સરકારને તેમજ સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહને મોકલ્યો હતો. દિલ્હી હાઈકોર્ટે
સોમવારે કેન્દ્ર સરકારે આ મામલે શું પગલાં લીધા તેની અમને જાણ કરો તેમ કેન્દ્ર સરકારને કહ્યું હતું. દિલ્હી સરકારે દિલ્હીમાં હંગામી હોસ્પિટલો બનાવવા
તેમજ ઓક્સીજન સપ્લાય અને ૈંઝ્રેં બેડ આપવા આર્મીની મદદ માગી હતી. આર્મીની મદદ માગતો પત્ર દિલ્હીનાં નાયબ મુખ્ય પ્રધાન મનિષ સિસોદીયાએ
રાજનાથસિંહને લખ્યો હતો. 
દિલ્હી હાઈકોર્ટે કહ્યું કે દિલ્હીમાં ઓક્સીજનની અછતનો સિલસિલો ક્યાં સુધી ચાલુ રહેશે. કેન્દ્ર સરકાર ક્યારે દિલ્હીને ઓક્સીજનનો વ્યવસ્થિત રીતે સપ્લાય
આપશે તે અમને કહો. અત્યારે ઓક્સીજનની અછતની ફરિયાદો લઈને હોસ્પિટલો હાઈકોર્ટમાં જતી હતી પણ હવે તો નર્િંસગ હોમને પણ હાઈકોર્ટને શરણે
જવાની ફરજ પડી છે.