તમારી બોડી મુજબ પસંદ કરો નેકલાઈન, લાગશો આકર્ષિત અન સ્ટાઈલિશ

April 18, 2022

જ્યારે પણ આઉટફિટમાં સ્ટાઇલની વાત આવે છે ત્યારે મોટાભાગની યુવતીઓ ડ્રેસના કલરથી લઇને પેટર્ન, એમ્બ્રોઇડરી તથા સ્લિટ્સ વગેરે પર ધ્યાન આપે છે, પરંતુ નેકલાઇન પર એટલું ધ્યાન જતું નથી. આઉટફિટની નેકલાઇન પણ તમારા લુકને બદલી શકે છે. કહેવાય છેને કે એક નાનકડું પરિવર્તન પણ પર્સનાલિટીને ચેન્જ કરી નાંખે છે. એવું કંઈક ફેશન વર્લ્ડમાં પણ થાય છે. જો તમે નેકલાઇનને ઍવોઇડ કરો છો તો એનાથી પણ લુકમાં ગરબડ થઈ શકે છે. જો તમે ક્યારેય નોટિસ કર્યું હોય તો હાઇ નેક આઉટફિટ અને પ્લંજિંગ નેકલાઇનના આઉટફિટ બંનેમાં તમારો લુક એકદમ ડિફરન્ટ દેખાય છે. તેથી આઉટફિટની પસંદગી કરો ત્યારે નેકલાઇન પર પણ ધ્યાન આપો. નેકલાઇન સિલેક્ટ કરો ત્યારે તમારા બોડીટાઇપ ઉપર ધ્યાન આપો. બોડીટાઇપને ધ્યાનમાં લઇને નેકલાઇન સિલેક્ટ કરો છો તો તમે વધુ આકર્ષક લાગશો. બોડીટાઇપ અનુસાર કેવા પ્રકારની નેકલાઇન સિલેક્ટ કરવી જોઇએ.  

રાઉન્ડ નેકલાઇન
રાઉન્ડ નેકલાઇન એક ક્લાસિક ડિઝાઇન છે. આ તમારા નેક એરિયાની નજીક છે. ખાસ કરીને લોકોનું ધ્યાન તમારા ચહેરા અને ખભા તરફ ખેંચાય છે. જો તમારી ગરદન લાંબી હોય અને ચહેરો પાતળો હોય તો તમે રાઉન્ડ નેકલાઇન આઉટફિટને સિલેક્ટ કરી શકો છો. જો તમારા શોલ્ડર વાઇડ હોય અથવા બ્રેસ્ટની સાઇઝ સ્મોલ હોય તો તમે રાઉન્ડ નેકલાઇન પહેરીને તમારા લુકને વધારે બ્યુટીફૂલ બનાવી શકો છો.  

સ્કવેર નેકલાઇન
વિન્ટેડ સ્ટાઇલ નેકલાઇન હંમેશાં તમારા આઉટફિટમાં એક ઇન્ટરેસ્ટિંગ અને સ્પેશિયલ ટચ આપે છે. તેનો ચોરસ આકાર થોડું કોન્ટ્રાસ્ટ બનાવવામાં મદદ કરી શકે છે. જો તમારી બ્રેસ્ટ સાઇઝ વધારે હોય તો તમે સ્કવેર નેકલાઇન આઇટફિટ પહેરી શકો છો. આ નેકલાઇન વલ્ગર લાગ્યા વગર તમને રિવીલિંગ લુક આપશે. સાથે જ લાર્જર નેક અને વાઇડ શોલ્ડરને ઇલ્યૂઝન પણ ક્રિએટ કરે છે.  

વી નેકલાઇન
આ એક ટ્રેડિશનલ ડિઝાઇન છે જે દરેક બોડીટાઇપ પર સારી લાગે છે. જ્યારે વી નેકલાઇન આઉટફિટ પહેરી રહ્યાં હોવ ત્યારે તેની ડેપ્શને ધ્યાનમાં રાખવી જોઇએ. જેમના બ્રેસ્ટની સાઇઝ નાની છે એવી યુવતી માટે નાની વી નેકલાઇન આદર્શ છે, જે તમારા ચહેરા પર વધારે ધ્યાન આકર્ષિત કરે છે. જ્યારે ડીપ વી નેકલાઇન બિગ બ્રેસ્ટવાળી મહિલાઓ પર વધુ સારી લાગે છે.  

ઓફ શોલ્ડર નેકલાઇન
ઓફ શોલ્ડર નેકલાઇન આઉટફિટ આજકાલ યુવતીઓમાં હોટ ફેવરિટ છે. એ તમને વધારે ફેમિનાઇન તથા સ્ટાઇલિશ લુક આપે છે. આ નેકલાઇન તમારા શોલ્ડર્સ અને કોલરબોન પર વધારે ફોકસ કરે છે. જેમના શોલ્ડર નેરો છે એવી મહિલાઓ માટે ઓફ શોલ્ડર નેકલાઇન બેસ્ટ ઓપ્શન છે. આ ઉપરાંત શોર્ટ કે મીડિયમ બ્રેસ્ટ સાઇઝની વુમન પણ આ નેકલાઇન આઉટફિટને ટ્રાય કરી શકે છે.  

ટર્ટલનેક નેકલાઇન
આ નેકલાઇન હાઇનેક કરતાં પણ અમુક ઇંચ ઉપર સુધી હોય છે. આમ જોવા જઇએ તો ચિનને ટચ કરે છે. કેઝયુઅલ રહેવા છતાં પણ કોઇપણ આઉટફિટને આ બહુ સ્ટાઇલિશ દેખાડે છે. તમે આને જિન્સ કે મિની સ્કર્ટની સાથે સ્ટાઇલ કરી શકો છો. જો તમારો ફેસ અને ગરદન લાંબી હોય તો ટર્ટલનેક પહેરવું એ એક સારો ઓપ્શન છે. તમે ટર્ટલ નેકવાળું ટોપ કે ડ્રેસ પસંદ કરો જે વધારે ઊંચું ન હોય. જે તમને બહુ સ્ટાઇલિશ લુક આપશે.