સેન્સેક્સ ફરી નવી રેકોર્ડ ટોચે, નિફ્ટી 26000 નજીક, 455 શેરોમાં અપર સર્કિટ

September 23, 2024

શેરબજારમાં તેજીનો અવિરત દોર જારી છે. આજે ફરી સેન્સેક્સ અને નિફ્ટીએ નવી રેકોર્ડ ટોચ નોંધાવી હતી. ટ્રેડિંગના અંતિમ સેશનમાં સેન્સેક્સ 436.22 પોઈન્ટ ઉછળી 84980.53ના ઐતિહાસિક ટોચે પહોંચ્યો હતો, નિફ્ટી 26000 નજીક 25956ની ઓલટાઈમ હાઈ સપાટીએ સ્પર્શ્યો હતો.

અંતે સેન્સેક્સ 384.30 પોઈન્ટ ઉછળી 84928.61 પર, જ્યારે નિફ્ટી 148.10 પોઈન્ટ ઉછળી 25939.05 પર બંધ રહ્યો હતો. બીએસઈ માર્કેટ કેપ પણ રેકોર્ડ ટોચે 475.94 પર પહોંચી હતી.