શેરબજારમાં મંગળવારની શરૂઆત તેજી સાથે સેન્સેક્સ અને નિફ્ટીમાં નોંધપાત્ર વધારો

January 24, 2023

મુંબઈ :આજે શેરબજાર માટે સારી શરૂઆત થઇ છે, સતત બીજા દિવસે શેરોમાં વધારો જોવા મળી રહ્યો છે. આજે  સેન્સેક્સ  180.53 પોઈન્ટ વધીને 61122.2 પર ખુલ્યો હતો જ્યારે નિફ્ટી  65.40 પોઈન્ટ વધીને 18183.95 પર ખુલ્યો હતો. જયારે બેંક નિફ્ટી 173.20 પોઈન્ટ વધીને 42994.45 પર ખુલ્યો હતો.

ગઈકાલે યુએસ બજારમાં સતત બીજા દિવસે ઉછાળો જોવા મળ્યો હતો. ટેસ્લા, નેટફ્લિકસ, મેટા અને એપલમાં 2-6% સુધીનો વધારોનોંધાયો હતો. આ ઉછાળા પાછળ છટણીનુ કારણ જવાબદાર છે.  આ ઉપરાંત યુરોપિયન બજારમાં પણ નોંધપાત્ર વધારો જોવા મળી રહ્યો છે. વાત કરીએ યુએસ બજારની તો હાલ ફુગાવાને કારણે ત્યાં છટણીનો માહોલ ઉભો થયો છે. તાજેતરમાં જ સ્પોટીફાઈએ લગભગ 600 જેટલા કર્મચારીઓની છટણી જાહેરાત કરી છે તો બીજી બાજુ  ગૂગલમાં પણ 1.50 લાખ કર્મચારીઓને દૂર કરવાનું સૂચન કરવામાં આવ્યું હોવાની વાત સામે આવી છે. 

નિફ્ટીમાં ટાટા મોટર્સ, ઈન્ડસઈન્ડ બેંક,  ICICI બેંક , L&T  અને ઈન્ફોસીસ શેરમાં તેજી જોવા મળી હતી જયારે એક્સિસ બેંક, ભારતી એરટેલ, બજાજ ઓટો, કોલ ઈન્ડિયા અને HULના શેરોમાં મંદી દેખાઈ હતી.  

વૈશ્વિક બજારોમાંથી ભારતને સકારાત્મક સંકેતો મળી રહ્યા છે તો બીજી તરફ એશિયન બજારોમાં જાપાન, ચીન, હોંગકોંગ, તાઈવાન, દક્ષિણ કોરિયા, મલેશિયા અને સિંગાપોરના શેરબજાર બંધ છે ત્યારે એશિયન બજારોમાં મિક્સ કરોબાર નોંધાયો છે. વોલ સ્ટ્રીટમાં તેજી બાદ આજે એશિયન માર્કેટમાં પણ વધારો જોવા મળી રહ્યો છે.