સેન્સેક્સ 600 પોઈન્ટ્સ ડાઉન

January 06, 2020

મુંબઈ: મિડલ ઈસ્ટના તણાવને પગલે ક્રૂડના ભાવ વધવાની આંશકાએ અપેક્ષાનુસાર મુંબઈ શેરબજારમાં આજે સવારથી જ ઘટાડા તરફી ચાલ જોવા મળી હતી.

ક્રૂડ મોંઘું થવાથી મોંઘવારી વધવાના ભણકારાથી શેરબજારમાં ગભરાટ ફેલાયો હતો અને સાર્વત્રિક વેચવાલી શરૂ થઈ હતી. ક્રૂડના ભાવમાં 2 ટકાથી વધુ ઉછાળાથી અમેરિકન ડોલર સામે રૂપિયો પણ ઘટીને 14 નવેમ્બર પછીની 72.06ની નીચી સપાટી પર ટ્રેડ થઈ રહ્યો હતો. બપોરે 11.40 વાગ્યે BSE બેન્ચમાર્ક સેન્સેક્સ 642.41 પોઈન્ટ્સ અથવા 1.55 ટકા ઘટીને 40,829.31 પોઈન્ટ્સની સપાટીએ ટ્રેડ થઈ રહ્યો હતો. નેશનલ સ્ટોક એક્સચેંજનો નિફ્ટી પણ 180.80 પોઈન્ટ્સ અથવા 1.48 ટકા ઘટીને 12,045.85 પોઈન્ટ્સની સપાટીએ ટ્રેડ થઈ રહ્યો હતો.

આજે સવારે BSE મિડકેપ અને BSE સ્મોલકેપ ઈન્ડેક્સ અનુક્રમે 1.92 ટકા અને 1.59 ટકા ઘટીને ટ્રે઼ડ થઈ રહ્યા હતા. આજે શેરબજારમાં સાર્વત્રિક વેચવાલી જોવા મળી હતી. મેટલ, પાવર, ઓઈલ-ગેસ, પાવર, ઓટો, બેન્ક અને રિયલ્ટી શેરોમાં ભારે ગાબડું પડ્યું હતું.