સેન્સેક્સ 1000 પોઈન્ટ્સ અપ

June 01, 2020

મુંબઈ: સોમવારે સવારે HDFC, HDFC બેન્ક, ICICI બેન્ક અને રિલાયન્સની આગેવાનીમાં વૈશ્વિક રાહે ઈક્વિટી બેન્ચમાર્ક સેન્સેક્સ 1000 પોઈન્ટ્સ વધીને ટ્રેડ થઈ રહ્યો હતો.ઓપનિંગ સેશનમાં 33,334.96 પોઈન્ટ્સની ઊંચી સપાટીને સ્પર્શ કર્યા બાદ સેન્સેક્સ 859.14 પોઈન્ટ્સ અથવા 2.65 ટકાના ઉછાળા સાથે 33,283.24 પોઈન્ટ્સની સપાટીએ ટ્રેડ થઈ રહ્યો હતો. નેશનલ સ્ટોક એક્સચેંજનો નિફ્ટી પણ 242.50 પોઈન્ટ્સ અથવા 2.53 ટકા વધીને 9,822.80 પોઈન્ટ્સની સપાટીએ ટ્રેડ થઈ રહ્યો હતો.

આજે સવારે 7 ટકાના ઉછાળા સાથે એક્સિસ બેન્કના શેર્સ ટોપ ગેઈનર રહ્યા હતા. આ ઉપરાંત ટાટા સ્ટીલ, બજાજ ફાઈનાન્સ, ઈન્ડસઈન્ડ બેન્ક, SBI, ICICI બેન્ક અને HDFC, HDFC બેન્કના શેર્સ પણ વધીને ટ્રેડ થઈ રહ્યા હતા.બીજી તરફ એક માત્ર સન ફાર્માના શેર્સ રેડ ઝોનમાં ટ્રેડ થઈ રહ્યા હતા. શુક્રવારે શેરબજાર વધીને બંધ રહ્યું હતું અને ફોરેન પોર્ટફોલિયો ઈન્વેસ્ટર્સે ₹1,460.71 કરોડના ઈક્વિટી શેરોની નેટ ખરીદી કરી હોવાનું શેરબજારના સત્તાવાર આંકડામાં જણાવાયું છે.વિશ્વભરમાં લોકડાઉનમાં રાહતથી ઈકોનોમી પાછી પાટે ચઢવાની આશા સાથે સ્થાનિક રોકાણકારોએ પણ વૈશ્વિક રાહે શેરબજારમાં લેવાલી શરૂ કરી હતી.