વિશ્વમાં મોટાપાયે ચિકન ફાર્મિંગ, નિષ્ણાતોની ચેતવણી, ફેલાઈ શકે મહામારી

November 17, 2021

દિલ્હી- કોરોના સંકટની વચ્ચે દુનિયા પર બર્ડ ફ્લૂનુ જોખમ મંડરાઈ રહ્યુ છે. આ બર્ડ ફ્લૂ વાયરસના ઓછામાં ઓછા આઠ સ્ટ્રેન ઉછરી રહ્યા છે. જેના વિશે કહેવામાં આવી રહ્યુ છે કે જો આ ફેલાયા તો પરિણામ કોરોના મહામારી કરતા પણ વધારે ખરાબ હશે. રિપોર્ટ અનુસાર સમગ્ર દુનિયામાં મોટા પાયે વ્યાવસાયિક ચિકન ફાર્મિંગ હોવાના કારણે આ વાયરસ ફેલાવવાનુ જોખમ વધી ગયુ છે. 


ગયા વર્ષે ડિસેમ્બરમાં રશિયાના અસ્ત્રખાન શહેરની પાસે ખેતરમાં 101,000 મરઘીઓ અચાનક મરવા લાગી. તપાસ બાદ જાણવા મળ્યુ કે આની પાછળ જવાબદાર ઘાતક એવિયન ફ્લૂનો નવો સ્ટ્રેન H5N8 હતો. એવામાં આ મહામારીને રોકવા માટે પોલ્ટ્રી ફાર્મમાં 900,000 મરઘીઓને મારી દેવાઈ.


એવિયન ફ્લૂ દુનિયામાં ફેલાનારી વધુ એક મહામારી છે અને H5N8 માત્ર તેનો એક સ્ટ્રેન છે. આ સ્ટ્રેન હાલના વર્ષોમાં બ્રિટન સહિત લતકગભગ 50 દેશમાં હજારો મુરઘીઓ, બતક અને બીજા પક્ષીઓના મોતનુ કારણ બન્યુ પરંતુ અસ્ત્રખાનની ઘટના આ સૌથી અલગ હતી, કેમ કે મરઘીઓને માર્યા બાદ જ્યારે ખેતર/ફાર્મમાં કામ કરનાર 150 શ્રમિકોનુ ચેકઅપ કરવામાં આવ્યુ તો તેમાં પાંચ મહિલાઓ અને બે પુરુષમાં આ બીમારી હતી. આ પહેલીવાર હતુ જ્યારે  H5N8 પક્ષીઓથી મનુષ્યોમાં ફેલાયો.


રિપોર્ટ અનુસાર આ ઘટનાને લઈને WHOને એલર્ટ કરી દેવાઈ હતુ, પરંતુ કોવિડ-19 મહામારીના કહેરના કારણે, તે સમયે આની પર ઓછુ ધ્યાન આપવામાં આવ્યુ, જોકે રશિયા સંઘના મુખ્ય ઉપભોક્તા સલાહકારે ચેતવણી આપી હતી કે સંભાવના છે કે H5N8 સ્ટ્રેન જલ્દી જ માણસોમાં પણ ફેલાઈ શકે છે. તેમણે આની વેક્સિન વિકસિત કરવાનુ કામ તાત્કાલિક શરૂ કરવા માટે કહ્યુ હતુ.