સેક્સ સમસ્યા
May 06, 2022

પ્રશ્ન : હું કૉલેજના બીજા વર્ષમાં અભ્યાસ કરું છું. મને મારી કૉલેજમાં ભણાવતા એક પ્રોફેસર ખૂબ જ ગમે છે. આમ તો અમારી વચ્ચે વયમાં ખાસ તફાવત નથી. મેં વાતમાંથી વાત કાઢીને તેમને તેમની જન્મતારીખ પૂછી લીધી હતી. તે મારા કરતાં પાંચ વર્ષ જ મોટા છે. મને લાગે છે કે ઘણી જગ્યાએ એરેન્જ મેરેજમાં આટલો ઉંમરનો તફાવત હોય જ છે. મને તે ખૂબ ગમે છે. હું તેમની સાથે લગ્ન કરવા માંગું છું. તે પણ મને બહુ રાખે છે. મારે જ્યારે પણ કોઇ ક્વેરી હોય તો હું તેમને ગમે ત્યારે ફોન કરું તો એનો તરત જવાબ આપે છે. ક્યારેય મારી સાથે અકળાઇને તેમણે વાત નથી કરી. મને તે ગમતા હોવાથી હું તેમને વારંવાર કોઇ ને કોઇ સવાલ પૂછવાના બહાને મળતી રહું છું, અથવા કૉલ કરતી રહું છું. મારે તેમને મારા દિલની વાત જણાવવી છે પણ મને ડર લાગે છે કે તે મને ના પાડી દેશે તો? મને એવો પણ ડર છે કે તેમને કદાચ બીજું કોઈ ગમતું હશે તો?
જવાબ : ભલે તમારી વચ્ચે ઉંમરનો બહુ તફાવત ન હોય, પણ ગમે તેમ તોયે તે તમારા પ્રોફેસર છે, તેથી સીધું જ તેમને પૂછવું એ અયોગ્ય ગણાશે. આમ પણ તમે જે રીતે વર્તન કરો છો તે પરથી તેમને થોડોઘણો ખ્યાલ આવી જ ગયો હશે. તમે રાહ જુઓ, જો એ તમને સામેથી એ બાબતે કહે તો તમારા મનની વાત કરજો. અને જો સામેથી ન જાણ કરે તો આ વિશે સંપૂર્ણ વિચાર કરીને તમારી લાગણી તેમની સામે મૂકજો.
પ્રશ્ન : મારી ઉંમર 25 વર્ષ છે. થોડા સમય પહેલાં મારી સગાઇ થઇ છે. સગાઇ પછી અમે ઘણી વાર મળ્યાં છીએ. આ વખતે મારો મંગેતર મને મળવા આવ્યો ત્યારે અમે સેક્સ કર્યું હતું. મને દુખાવો થયો હતો, પણ બ્લીડિંગ નહોતું થયું. આવું કેમ થયું હશે? મેં સાંભળ્યું છે કે પહેલી વાર સેક્સ કરીએ ત્યારે બ્લીડિંગ થાય. મને દુખાવો થયો પણ લોહી ન નીકળ્યું. આ અંગે મારા મંગેતરે મને કશું નથી કહ્યું પણ મને ડર લાગે છે કે તે કંઈક ઊંધું સમજશે તો? મારે હજી સુધી કોઇ છોકરા સાથે સંબંધ નથી રહ્યો તો સેક્સની વાત તો ઘણી દૂર રહી. પણ મને ડર લાગે છે કે કદાચ આ વાત મારો મંગેતર નહીં માને તો?
જવાબ : બહેન, તમે નાહકની ચિંતા કરો છો. તમને તમારા મંગેતરે આ વિશે કહ્યું નથી તેમ છતાં તમે ચિંતા કરો છો. રહી વાત બ્લીડિંગની તો એવું નક્કી નથી કરેલું કે પહેલી વાર સેક્સ કરો એટલે બ્લીડિંગ થાય જ. વજાઇનાની અંદર એક પાતળા પડવાળું સીલ હોય, પહેલી વાર ઇન્ટરકોર્સ કરતી વખતે એ સીલ તૂટે એટલે લોહી નીકળે. ઘણી છોકરીઓને આ સીલ સેક્સ વગર જ પહેલાં જ તૂટી ગયેલું હોય છે. આ સીલ ખૂબ જ પાતળું હોય છે. તે સાઇકલિંગ કરતાં, જિમમાં કસરત કરતાં, હાર્ડ ડાન્સ કરતાં, સ્પ્લીટ્સ કરતાં પણ તૂટી જતું હોય છે. માટે લોહી ન નીકળ્યું હોય તો એ અંગે વધારે ગભરાવાની જરૂર નથી.
પ્રશ્ન : મારી ઉંમર 23 વર્ષ છે. હું માસ્ટરબેશન કરું છું, અઠવાડિયામાં બે વાર કરું છું, મારે જાણવું છે કે તે જોખમી નથીને?
જવાબ : આ વાત સાયન્ટિફિકલી પ્રૂવ થઇ ચૂકી છે કે માસ્ટરબેશન સહેજ પણ જોખમી નથી. શારીરિક આવેગોને સંતોષવા માટે અપરિણીત પુરુષો તેનો સહારો લેતાં હોય છે તેમાં કોઈ ખોટી કે મોટી વાત નથી.
Related Articles
ખરાબ કોલેસ્ટ્રોલને ભગાડે છે બીટ, બ્રેકફાસ્ટમાં બનાવો હેલ્ધી ટિક્કી
ખરાબ કોલેસ્ટ્રોલને ભગાડે છે બીટ, બ્રેકફા...
Jan 31, 2023
નારિયેળ તેલથી બનાવો નેચરલ કંડીનશનર, થશે અનેક ફાયદા
નારિયેળ તેલથી બનાવો નેચરલ કંડીનશનર, થશે...
Jan 23, 2023
શિયાળામાં આ લોકોમાં વધે છે નિમોનિયાનો ખતરો, લક્ષણ દેખાતા થાઓ એલર્ટ
શિયાળામાં આ લોકોમાં વધે છે નિમોનિયાનો ખત...
Jan 23, 2023
Trending NEWS

01 February, 2023
.jpg)
01 February, 2023

01 February, 2023

31 January, 2023

31 January, 2023

31 January, 2023

31 January, 2023

31 January, 2023

31 January, 2023

31 January, 2023