સેક્સ સમસ્યા

June 23, 2021

પ્રશ્ન : નમસ્તે સર, મારી ઉંમર ૪૦ વર્ષ છે. મારાં લગ્ન નથી થયાં. મારા એક પુરુષ સાથે સંબંધ હતા, પણ તેણે મારી સાથે દગો કર્યો. ત્યારપછી મને લગ્નવ્યવસ્થા ઉપરથી જ ભરોસો ઊઠી ગયો હતો. તેથી મેં લગ્ન કરવાનું જ માંડી વાળ્યું હતું, કારણ કે હું તેને ખૂબ પ્રેમ કરતી હતી. હું તેના સિવાય બીજા કોઇને પ્રેમ કરી શકું એમ નહોતી તેથી મારે બીજાં લગ્ન નહોતાં કરવાં. પણ કહેવાય છે કે ભગવાન એક જીવનમાં ઘણું બતાવતો હોય છે. થોડાં વર્ષો પહેલાં મારી સાથે એક નવા ભાઇ નોકરીએ જોડાયા હતા. તેમની સાથે મારી મિત્રતા ધીમે ધીમે બંધાઇ અને આ મિત્રતા એટલી ઘનિષ્ઠ થઇ ગઇ અને અમે ક્યારે એકબીજાને પ્રેમ કરવા લાગ્યાં તેની અમને ખબર જ નથી રહી. અમને એકબીજા વગર સહેજ પણ ફાવતું નથી. તે વ્યક્તિ પરણેલા છે. તે કહે છે કે તે તેની પત્નીને પણ પ્રેમ કરે છે અને મને પણ એટલો જ પ્રેમ કરે છે. તે પત્નીને છોડી શકે એમ નથી, અને મને પણ છોડવા નથી માંગતા. તે હવે અમારા પ્રેમમાં થોડા આગળ વધવા માંગે છે અને શારીરિક રીતે નજીક આવવાનું કહે છે. જોકે મને તેમની વાતથી ઇચ્છા થઇ જાય છે, મારી પણ તેઓ મને એ રીતે પ્રેમ કરે એવી ઇચ્છા છે, પણ હું જાણવા માંગું છું કે શું હું તેની સાથે બીજાં લગ્ન કરી શકું? હું હવે તેના સ્પર્શ વગર રહી નથી શકતી.

જવાબ : તમે જે તે સમયે લગ્ન નહીં કરવાનો નિર્ણય તો લઈ લીધો પણ શરીરની અમુક જરૂરિયાત હોય તેને સમજવી જોઇએ. શરીર અને મન બંને અમુક સમય હૂંફ માંગતાં જ હોય છે. તમને પણ એ બંનેની જરૂર છે એટલે તમે તે વ્યક્તિની નજીક આવ્યા છો. તે વ્યક્તિ સામેથી તમને કહે છે કે તે તેની પત્નીને ખૂબ પ્રેમ કરે છે, તેને મૂકી શકે એમ નથી, તેમ છતાં તમારે તેમની સાથે બીજાં લગ્ન કરવાં છે. આ લાગણીની અતિશયોક્તિ છે. મને લાગે છે કે તમારે એક વાર તમારા પ્રેમીને જ પૂછી લેવાની જરૂર છે કે શું તે તમારી સાથે બીજાં લગ્ન કરવા તૈયાર છે? મારા મતે તે ના જ પાડશે. તેમને તમારી સાથે શારીરિક નિકટતા કેળવવી છે પણ તે તેમની મરજીથી જ. તેમની પત્નીને છૂટાછેડા નથી આપવા, એટલે મને નથી લાગતું કે તે તમને પ્રેમ કરતો હોય. તેમ છતાં જો તમે માત્ર આકર્ષણને કારણે તેમની સાથે જોડાયેલા રહેશો તો આગળ જતા સમાજમાં તમારે સહન કરવાનું આવી શકે છે.  તમે સમજદાર છો માટે જાતે આ વિશે વિચારીને જ નિર્ણય લો. મારા મતે હજી તમે તમારા માટે યોગ્ય પાત્ર શોધીને લગ્ન કરી લો.

પ્રશ્ન : નમસ્તે સર, મારી ઉંમર ૩૪ વર્ષ છે. મારી અજીબ સમસ્યા છે. મારા પતિને ગુદા સેક્સમાં ખૂબ રસ છે. તે હંમેશાં મને તે રીતે કરવાનું કહે છે, જ્યારે મને તેમાં અતિશય દુખાવો થાય છે. હવે એવું છે કે પતિ સેક્સની વાત કરે ત્યારે મને ડર લાગી જાય છે કે તે ગુદા સેક્સની માંગણી કરશે તો? હું તેને ના નથી પાડી શકતી. કેમ કે મને મનમાં ડર રહે છે કે ક્યાંક તે નારાજ થઈ જશે. હવે આ ડર સતત મારા મનમાં ઘુમરાયા કરે છે. તેના કારણે હવે મને સેક્સમાં પણ રસ નથી પડતો. લગ્નની શરૂઆતમાં જે રીતે હું પતિ સાથે સેક્સમાં સહકાર આપતી હતી તે લાગણી પણ ગુમાવી રહી છું. લાંબો સમય ફોરપ્લેમાં વિતાવ્યા પછી પણ હું ઉત્તેજિત નથી થઇ શકતી કેમ કે મનમાં ગુદા સેક્સને લઈને એક પ્રકારનો ડર ઘર કરી ગયો છે. મને કોઇ એવી દવા જણાવશો જેથી ત્યાં દુખાવો ન થાય અને સેક્સ કરતી વખતે હું પણ તેનો આનંદ લઈ શકું.

જવાબ : આ પ્રકારના સેક્સને યોગ્ય માનવામાં નથી આવ્યું, કાયદાની રીતે એ ગુનાહિત કૃત્ય છે. તેમ છતાં ઘણાં કપલ્સ પોતાની મરજીથી તે કરતાં હોય છે, પણ તેમાં બંનેની મરજી હોવી જરૂરી છે. પતિ-પત્ની બંનેની મરજી હોય તો જ તે કરી શકાય. બંનેમાંથી એકની મરજી ન હોય તો તે ન કરવું જોઇએ. તમે તમારી મુશ્કેલી પતિને જણાવો. તેમને સમજાવો, તમને નથી ગમતું અને તે કારણે તમે ડરો છો એ પણ કહો. તમારા પતિ તમારી સમસ્યા સમજશે. એ સિવાય તે ભાગમાં દુખે નહીં તે માટે લુબ્રિકન્ટનો ઉપયોગ કરી શકો છો. પેટ્રોલિયમ જેલી પણ વાપરી શકાય. જો લાંબો સમય તમને ગુદા સેક્સને લઈને મનમાં ડર ઘૂસી ગયો હોય તો તમે મનોચિકિત્સકની સલાહ લઈ શકો છો.