'શાહરુખ ખાનના પ્રેરણાદાયી શબ્દોએ મારુ જીવન બદલી નાંખ્યું...' SRKનો ફેન બન્યો જૉન સીના

August 06, 2024

ભૂતપૂર્વ 16 વખતના WWE ચેમ્પિયન અને હોલિવૂડ સ્ટાર જૉન સીના તેની આગામી ફિલ્મ 'જેકપોટ'ના પ્રમોશનમાં વ્યસ્ત છે. તાજેતરમાં જ એક ઈન્ટરવ્યુમાં તેણે બોલિવૂડ સુપરસ્ટાર શાહરૂખ ખાન, ભારતીય સંસ્કૃતિ અને અહીંના ભોજન વિશે પોતાનો અનુભવ શેર કર્યો હતો. હોલિવૂડ અભિનેતાએ જણાવ્યું કે શાહરૂખ ખાનને મળ્યા પછી તેનું જીવન કેવી રીતે બદલાઈ ગયું. જૉન સીના અનંત-રાધિકાના લગ્ન માટે ભારત આવ્યો અને ઘણા લોકોને મળ્યો પરંતુ તેને શાહરૂખ ખાન સાથેની મુલાકાત યાદ રહી ગઈ. એક ઈન્ટરવ્યૂ અભિનેતાએ કિંગ ખાનના ખૂબ વખાણ કર્યા અને જણાવ્યું કે શાહરૂખને મળવાથી તેનું જીવન કેવી રીતે બદલાઈ ગયું. જૉન સીનાએ શાહરૂખ ખાન સાથેની મુલાકાત વિશે કહ્યું કે, હું શાહરૂખથી ખૂબ જ પ્રેરિત છું. શાહરૂખ સાથેની મુલાકાત એક ભાવનાત્મક ક્ષણ હતી. જયારે તમે એવા વ્યક્તિ સાથે હાથ મિલાવી શકો છો જે તમારા જીવનને પ્રભાવિત કરતા હોય અને તમે તેને જણાવી શકો તમે શું કર્યું છે તે અદ્ભુત છે. તેમનાથી વધુ સહાનુભૂતિ ધરાવતો અને દયાળુ વ્યક્તિ મેં ક્યારેય જોયો નથી. તેમની સાથેની મુલાકાત  અદ્ભુત હતી.' હોલિવૂડ અભિનેતાએ વધુમાં કહ્યું કે, 'શાહરુખે એક TED ટોક કરી હતી, જે મારા જીવનમાં યોગ્ય સમયે મારી પાસે આવી અને તેના શબ્દો મારા માટે ખૂબ જ પ્રેરણાદાયી સાબિત થયા. શાહરુખે મારા જીવનમાં પરિવર્તન લાવવામાં મને મદદ કરી છે. ત્યારથી, મને આપવામાં આવેલા તમામ 'જેકપોટ્સ'ને હું ઓળખી શક્યો છું અને હું તે વેડફાય નહીં તે માટે સખત મહેનત કરું છું.'  જૉન સીનાએ અનંત અંબાણીના લગ્ન દરમિયાન શાહરૂખ ખાન સાથેનો પોતાનો ફોટો શેર કરતા લખ્યું, 'અંબાણી પરિવારનો ખૂબ ખૂબ આભાર. અહી હું ઘણા નવા મિત્રોને મળ્યો. જેમાં સૌથી ખાસ શાહરૂખ ખાન સાથેની અંગત મુલાકાત હતી, જેમને મને કહેવાની તક મળી કે  મારા જીવન પર તેની કેવી ઊંડી અસર છે.'