શાહરૂખ ખાનની 'જવાન'માં દેખાશે સાઉથનો સુપરસ્ટાર થાલપતિ વિજય

September 24, 2022

બોલિવૂડના બાદશાહ ખાન એટલે કે શાહરૂખ ખાન આજકાલ તેની બહુપ્રતિક્ષિત ફિલ્મ 'જવાન'ને લઈને ચર્ચામાં છે. ફિલ્મના ટીઝરે જ દર્શકોને ખૂબ જ ઉત્સાહિત કરી દીધા છે. તમિલ નિર્દેશક અરુણ કુમાર એટલે કે એટલી આ ફિલ્મનું નિર્દેશન કરી રહ્યા છે. હાલમાં જ એટલીએ તેનો જન્મદિવસ ઉજવ્યો હતો અને તેના જન્મદિવસની તસવીર સોશિયલ મીડિયા પર શેર કરી હતી.

આ તસવીરમાં તેની સાથે સાઉથ સુપરસ્ટાર થાલપતિ વિજય અને બોલિવૂડ બાદશાહ શાહરૂખ ખાન જોવા મળી રહ્યા છે. ત્યાં જ ચર્ચા શરૂ થઈ હતી કે વિજય 'જવાન'માં ખાસ રોલમાં જોવા મળી શકે છે.એટલી કુમારે પોતાના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર જન્મદિવસની ઉજવણીનો ફોટો શેર કર્યો હતો.

આ ફોટામાં તે વચ્ચે ઉભા છે અને તેની એક તરફ શાહરૂખ ખાન ઉભો છે અને બીજી તરફ થાલપતિ વિજય ઉભો છે. ત્રણેય બ્લેક આઉટફિટમાં જોવા મળી રહ્યા છે. આ ફોટો શેર કરતા એટલીએ લખ્યું, “મારા જન્મદિવસ પર હું વધુ શું માંગી શકું. મારા સ્તંભો સાથે મારો અત્યાર સુધીનો શ્રેષ્ઠ જન્મદિવસ.

એટલીએ આ પોસ્ટ શેર કરતાની સાથે જ ચાહકોમાં હલચલ મચી ગઈ હતી. બધા પૂછવા લાગ્યા કે શું થલપતિ વિજય શાહરૂખ ખાન સ્ટારર 'જવાન'માં પણ જોવા મળશે. અત્યારે એટલીએ આ અંગે કોઈ ટિપ્પણી કરી નથી પરંતુ અનુમાન લગાવવામાં આવી રહ્યું છે કે થલપથી વિજય આ ફિલ્મમાં ખાસ ભૂમિકામાં જોવા મળી શકે છે.