શરમજનક, પુલવામામાં શહીદ જવાનની પત્ની રસ્તા પર બેસીને શાકભાજી વેચે છે

February 15, 2020

રાંચી : પુલવામાના આતંકવાદી હુમલાને એક વર્ષ થઈ ગયુ છે અને લોકોએ ગઈકાલે આ હુમલામાં શહીદ થયેલા 40 જવાનોને શ્રધ્ધાંજલિ આપી હતી.

જોકે સરકાર અને તંત્ર આ જવાનોના પરિવારજનોની સંભાળ લઈ રહ્યુ છે કે કેમ તે એક સવાલ છે.આ હુમલામાં શહીદ થયેલા ઝારખંડના વિજય સોરેંગના પત્નીને ઘર ચલાવવા માટે રસ્તા પર શાકભાજી વેચવાનો વારો આવ્યો છે. 

તેમના પત્ની વિમલા દેવીની આ તસવીરને સોશ્યલ મીડિયા પર જોયા બાદ ઝારખંડના મુખ્યમંત્રી હેમંત સોરેને પ્રશાસનને તાત્કાલીક શહીદની પત્નીને મદદ કરવાના આદેશ આપ્યા હતા.તેમણએ કહ્યુ હતુ કે, શહીદો આ દેશની ધરોહર છે અને તેમને શક્ય હોય તે તમામ મદદ પુરી પાડીને તેમને સરકારી યોજનાઓનો લાભ આપવામાં આવે.

એ પછી તંત્ર એક્શનમાં આવ્યુ હતુ અને કલેક્ટરે મુખ્યમંત્રીને જવાબ આપ્યો હતો કે, તંત્ર દ્વારા શહીદના પરિવારજનોને શક્ય હોય તે તમામ મદદ કરવામાં આવી રહી છે.