શરદ પવારે ઉદ્ધવ ઠાકરે સાથે મુલાકાત કરી આપી આપી વિવાદ ખતમ કરવાની ફોર્મ્યુલા

June 22, 2022

મુંબઈ - મહારાષ્ટ્રમાં ચાલી રહેલા રાજકીય સંગ્રામ વચ્ચે એનસીપી પ્રમુખ શરદ પવારે મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે સાથે મુલાકાત કરી છે. સૂત્રો દરમિયાન શરદ પવારે સલાહ આપી કે જો વિદ્રોહને ઓછો કરવો છે તો એકનાથ શિંદેને મુખ્યમંત્રી બનાવવાનો નિર્ણય લેવો જોઈએ. ત્યારબાદ મહારાષ્ટ્ર કોંગ્રેસના અધ્યક્ષ નાના પટેલોએ પણ કહ્યુ કે, તેમને શિંદેનું સમર્થન કરવામાં કોઈ સમસ્યા નથી. ઉદ્ધવ ઠાકરે જે પણ નિર્ણય લેશે તે મંજૂર છે. 


મહારાષ્ટ્રમાં શિવસેના, કોંગ્રેસ અને એનસીપી ગઠબંધનની સરકાર છે. આ વચ્ચે શિવસેનાના વરિષ્ઠ નેતા એકનાથ શિંદેએ બળવો કરી દીધો છે. શિંદે શિવસેનાના આસરે 40 ધારાસભ્યોની સાથે ગુવાહાટીમાં છે અને તેમના જૂથને અસલી શિવસેના ગણાવી રહ્યા છે.  પવાર સાથે મુલાકાત પહેલા મુખ્યમંત્રીએ રાજ્યના લોકોને સંબોધિત કર્યા હતા. તેમણે સરકાર પર આવેલા સંકટ પર પોતાનું મૌન તોડવા કહ્યુ કે, જો બળવો કરનાર ધારાસભ્યો તેમને કહે છે કે તેમણે (ઠાકરે) મુખ્યમંત્રીના રૂપમાં નથી જોવા ઈચ્છતા તો તે પોતાનું પદ છોડવા તૈયાર છે. 


મુખ્યમંત્રી ઠાકરેએ કહ્યુ- સુરત અને અન્ય જગ્યાએથી નિવેદન કેમ આપી રહ્યાં છે? મારી સામે આવીને મને કહી દે કે હું મુખ્યમંત્રી અને શિવસેના અધ્યક્ષના પદોને સંભાળવામાં સક્ષમ નથી. હું તત્કાલ રાજીનામું આપી દઈશ. હું મારૂ રાજીનામુ તૈયાર રાખીશ અને તમે આવીને તેને રાજભવન લઈ જઈ શકો છો. 
તેમણે કહ્યું કે મુખ્યમંત્રી પદ પર કોઈ શિવ સૈનિકને પોતાના ઉત્તરાધિકારી જોઈને ખુશી થશે. ઠાકરેએ કહ્યુ કે, તેમણે રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટીના પ્રમુખ શરદ પવારના સૂચન પર પોતાની અનુભવહીનતા છતાં મુખ્યમંત્રીનું પદ સંભાળ્યું હતું.