શરદ પવારે એનસીપીના પ્રધાનોને મિટીંગોમાં ફરજિયાત હાજરીનો આદેશ આપ્યો

February 19, 2020

મુંબઇ : નેશનલ ઈન્વેસ્ટિગેશન એજન્સી (એનઆઈએ)ને  એલ્ગાર પરિષદના કેસની તપાસ કરવા દેવાના  અને નેશનલ પોપ્યુલેશન રજિસ્ટર (એનપીઆર)ની પ્રક્રિયા  હાથ ધરવા સંમતિ આપવાના નિર્ણયોને કારણે  મુખ્યપ્રધાન ઉધ્ધવ ઠાકરે અને રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (એનસીપી)વચ્ચે મતભેદો ઊભા થયા છે. એની વચ્ચે એનસીપીના પ્રમુખ શરદ પવારે પાર્ટીના પ્રધાનોને શાસક મહાવિકાસ આઘાડી (એમવીએ)ના મિત્ર પક્ષો સાથે કોઓર્ડિનેશન કરવા પર ફોક્સ કરવા ઉપરાંત  મહારાષ્ટ્રના  પક્ષના વિકાસ પર પૂરતું ધ્યાન આપવા જણાવ્યું છે. પવારે મંત્રીઓને ૧૦ મુદ્દાનો  એજન્ડા  આપી એનો ચુસ્તપણે  અમલ કરવા અને પક્ષને  આગળના પગલાં લઈ શકાય એ માટે  સમયાંતરે  પોતાના રિપોર્ટસ સુપરત કરવાની સુચના પણ આપી છે.

એનસીપીના તમામ પ્રધાન મોટા પક્ષના મોટા નેતાઓ સાથે  દર મહિને યોજાનારી  અને દર ત્રણ  મહિને મળનારી પાર્ટીની  મિટિંગમાં  હાજરી આપવી ફરજિયાત હશે મંત્રીઓએ પોતપોતાના મત વિસ્તારો અને જિલ્લાઓનાં જ નહિ પરંતુ બીજા  મતદાર સંઘોના યોજાનારા પાર્ટીના વર્ક શોપ્સમાં  ભાગ લેવો પડશે. એનસીપી પ્રમુખો મંત્રીઓને પોતાના પ્રવાસ કાર્યક્રમની  અગાઉથી  જિલ્લા એકમોને  જાણ કરવા કહ્યું છે.  જેથી પાર્ટીના  નેતાઓ એમની સાથે જોડાઈ શકે  છે.

એનસીપીના  એક વરિષ્ઠ પ્રધાનના જણાવવા  મુજબ  પવારે  મંત્રીઓને  ફાઈલો ક્લિયર કરતી વખતે  ટાઈમ મેનેજનેન્ટ  પર ફોકસ કરવા જણાવ્યું છે.   એમ પ્રધાનોને  મંત્રાલય, એમના  સત્તાવાર  રહેઠાણ અને મતદાર સંઘમાંની એમને  મળવા આવતા લોક પ્રતિનિધિઓને  પુરતો સમય  આપવાની પણ તાકીદ કરી છ.ે ફાઈલો  પેન્ડિંગ ન રહેવી જોઈએ અને  કેબિનેટ મિટિંગમાં  ચર્ચા માટેનો  વિજય તાકીદે   મોકલી આપવો જોઈએ વધુમાં કેબીનેટના  નિર્ણયોના  અમલ માટે  તમામ પગલાં લેવા ખાતાના સચિવોને   આદેશ આપવા જોઈએ. એ ઉપરાંત  પવારે એવો પણ આગ્રહ દર્શાવ્યો હતો કે વિધાનસભાના ચૂંટણી ઢંઢેરામાં  આપવામાં આવેલા  કરજ માફી  અને નવી રોજગારી ઊભી કરવા જેવા વચનો પર મંત્રીઓએ પ્રાયોરિટીના ધોરણે  ધ્યાન આપવું જોઈએ.