પદ્મા નદીના પુલ નિર્માણ અંગે શેખ હસીના સરકારે સ્પષ્ટતા કરી

June 19, 2022

બાંગ્લાદેશના વિદેશ મંત્રાલયે સ્પષ્ટતા આપતા કહ્યું છે કે, ગંગાની સહાયક નદી પદ્મા પર બનેલો પુલ ચીનના બેલ્ટ એન્ડ રોડ ઇનીશિએટીવ (BRI)નો ભાગ નથી. બાંગ્લાદેશના આ નિવેદનથી, ભારતના પડોશમાં ચીનની હાજરીની અટકળો પર પણ પૂર્ણવિરામ મુકાઈ ગયું છે.

બાંગ્લાદેશના વિદેશ મંત્રાલયે એક ટ્વિટમાં જણાવ્યું હતું કે, વિદેશ મંત્રાલય સ્પષ્ટપણે દાવો કરે છે કે પદ્મા બહુહેતુક પુલ માટે સંપૂર્ણ રીતે બાંગ્લાદેશ સરકાર દ્વારા ભંડોળ પૂરું પાડવામાં આવે છે અને તેના નિર્માણમાં કોઈપણ દ્વિપક્ષીય અથવા બહુપક્ષીય ભંડોળ એજન્સી તરફથી કોઈ પણ પ્રકારનું વિદેશી ભંડોળ આપવામાં આવ્યુ નથી.