કાશ્મીરમાં શીતલહેર : શ્રીનગરમાં પારો -2.3 ડિગ્રી પહોંચી ગયો

November 24, 2021

કાશ્મીરમાં શીતલહેરની સ્થિતિ સર્જાયેલી છે. હિમાલય વિસ્તારોમાં મોટાપાયે બરફવર્ષા થવાના કારણે સોમવાર રાતથી જમ્મુ-કાશ્મીરમાં કડકડતી ઠંડી શરૂ થઈ ગઈ હતી. શ્રીનગરમાં સોમવારે રાત્રે પારો માઈનસ 2.3 ડિગ્રી પહોંચી ગયો હતો.
હવામાન ખાતાના જણાવ્યા પ્રમાણે અત્યાર સુધીમાં આ તાપમાન શિયાળાની શરૂઆતથી અત્યાર સુધીનું સૌથી વધુ નીચે જતું રહેલું હતું. સોમવારે રાત્રે શ્રીનગરમાં સૌથી વધુ ઠંડી નોંધાઈ હતી. હવામાન ખાતાના જણાવ્યા પ્રમાણે છેલ્લાં કેટલાક દિવસથી કાશ્મીરમાં તાપમાન સતત શૂન્યથી નીચે જઈ રહ્યું છે. આગામી સમયમાં ઠંડી વધવાની પૂરતી શક્યતાઓ દેખાઈ રહી છે.