શોરૂમમાંથી નીકળી ચમકતી લિમ્બોર્ગિની, 20 મિનિટમાં ઉડી ગયા કૂરચા

June 28, 2020

મુંબઇ :  નવી ગાડી પર એક ઘસરકો પણ પડે તો દિલ દુભાઇ જાય. અહીં તો 20 મિનિટ પહેલાં જ ખરીદેલી લિમ્બોર્ગિની કારના કૂરચા ઉડી ગયા. વિચારો કારના માલિકનું શું થયું હશે? ખેર સોશિયલ મીડિયા પર આ ઘટનાની તસવીરો ખૂબ વાયરલ થઇ છે. કારના ફોટો અને ઘટનાની માહિતી ડબ્લ્યુવીઆઈપી રોડ્સ પોલિસ યુનિટ એ ટ્વિટર પર શેર કરી. તેમણે લખ્યું કે આ માત્ર એક કાર છે! પરંતુ આ બ્રાન્ડ ન્યૂ લિમ્બોર્ગિનીને 20 મિનિટ પહેલાં જ ખરીદી કરી હતી. તકનીકી ખરાબીના લીધે આ લેન 3માં થોભી હતી. ત્યારે પાછળથી એક ગાડીએ તેને જોરદાર ટક્કર મારી.
રિપોર્ટના મતે આ લિમ્બોર્ગિની હુરાકન 2 લાખ પાઉન્ડ એટલે કે ભારતીય કરન્સી પ્રમાણે 1.8 કરોડ રૂપિયાની છે. પોલીસે કહ્યું કે આ બ્રાન્ડ ન્યૂ લિમ્બોર્ગિની 20 મિનિટ પહેલા જ શોરૂમમાંથી નીકળી હતી. પરંતુ મશીનમાં ગડબડીના કારણે કારની વચ્ચે રસ્તા પર બંધ પડી ગઇ, ત્યારબાદ એક વાન પાછળથી ટક્કર મારે છે.

વેસ્ટ યોર્કશાયર પોલીસના પીસી રિચર્ડ વાઇટલે કહ્યું કે લંડનના M1 વેસ્ટ યોર્કશાયરમાં સર્જાયેલા અકસ્માતમાં લિમ્બોર્ગિની અને વાન ચાલકને નજીવી ઇજા પહોંચી હતી.