શિવરાજ સિંહ ચૌહાણ આજે મુખ્યપ્રધાન પદનાં શપથ લેશે, BJP ધારાસભ્ય દળનાં નેતા તરીકે પસંદગી થશે

March 23, 2020

નવી દિલ્હી : ભારતીય જનતા પાર્ટીનાં નેતા શિવરાજ સિંહ ચૌહાણ આજ સાંજે ચોથી વખત રાજ્યનાં મુખ્ય પ્રધાન પદનાં શપથ લેશે, આ જ સાંજે બિજેપી ધારાસભ્યોની બેઠક યોજાવાની છે.

જેમાં તેમની ધારાસભ્ય દળનાં નેતા તરીકે પસંદગી કરવામાં આવશે, ત્યાંર બાદ રાજ્યપાલ લાલજી ટંડન તેમને રાજભવનમાં જ મુખ્યપ્રધાન પદની શપથ લેવડાવશે.

જો કે આ વાતની પુષ્ટી થઇ શકી નથી કે શિવરાજની સાથે કયા-કયા પ્રધાનો શપથ લેશે, આ વાતનો ક્યાસ લગાવવામાં આવી રહ્યો છે કે આ દરમિયાન રાજ્યપાલ લાલજી ટંડન કેટલાક પ્રધાનોને શપથ લેવડાવી શકે છે, ટીવી રિપોર્ટ મુજબ રાજભવનમાં શપથગ્રહણ સમારોહની તૈયારીઓ થઇ રહી છે.

22 ધારાસભ્યોનાં રાજીનામા બાદ રાજ્યમાં કોંગ્રેસની સરકાર લઘુમતીમાં આવી ગઇ હતી, અને કમલનાથે મુખ્યપ્રધાન તરીકે રાજીનામું આપવું પડ્યું હતું, એ તમામ ધારાસભ્યો કોંગ્રેસ છોડીને બિજેપીમાં જોડાઇ ગયા છે, આ ધારાસભ્યો મધ્યપ્રદેશનાં કદ્દાવર નેતા જ્યોરિરાદિત્ય સિંધિયાનાં જુથનાં છે.