કેનેડામાં હોલીવુડની ફિલ્મોનું શુટીંગ ફરીથી શરૂ થવાની સંભાવના

July 20, 2020

  • કોરોના વાઈરસને કારણે માર્ચ માસથી ફિલ્મ પ્રોડકશન બંધ થઈ ગયું હતુ

ઓન્ટેરિયો : અમેરીકાના ફિલ્મ અને ટી. વી. પ્રોડકશન્સ ફરીથી કેનેડા આવી રહ્યા છે. કોરોના વાઈરસને કારણે માર્ચ માસથી ફિલ્મ પ્રોડકશન બંધ થઈ ગયું હતું. હવે ટોરન્ટો જેવા મોટા કેન્દ્રોએ ફરીથી ફિલ્મ શુટીંગની પરવાનગી આપવાનું શરૂ કરી દીધું છે. પ્રવાસ પરના પ્રતિબંધો પણ હોલીવુડને કેનેડામાં ફિલ્મોનું પ્રોડકશન કરવા પ્રેરી શકે છે, એમ હોલીવુડના એક રિપોેર્ટરે જણાવ્યું હતું. કેનેડામાં મર્યાદિત ફલાઈટસ અને પ્રવાસ પરના પ્રતિબંધો બીજા બજારને નડી શકે છે છતાં ફિલ્મ પ્રોડકશન માટે ફાયદાકારક નિવડી શકે છે. વળી, કેનેડીયન ડોલર યુ.એસ.ડોલરની સરખામણીમાં નબળો હોવાથી પ્રોડકશન ખર્ચમાં પણ કાપ આવી શકે છે.

જો કે, ફિલ્મ અને ટી.વી. પ્રોડકશનના કામદારો કેનેડાના પ્રવાસ માટેના પ્રતિબંધો પાર કરીને કેનેડા પહોંચે અને તેઓમાં કોરોના વાઈરસના લક્ષણો નહીં હોય તો ૧૪ દિવસના કવોરોન્ટાઈનનું પાલન કરી શકશે. તેમણે કેનેડીયન બોર્ડર સર્વિસીઝ એજન્સી(સીબીએસએ)ને દર્શાવવું પડશે કે તેમને રોજગારી માટે કેનેડા આવવાની જરૂર પડી છે' પ્રવાસીઓએ જે તે પ્રાંત કે વિસ્તારની વેબસાઈટ પરથી જાણકારી મેળવી લેવી જોઈએ કે, તેમણે જાહેર આરોગ્ય અને કવોરોન્ટાઈનનું કેટલું અને કેવું પાલન કરવું પડશે.' એમ સીબીએસએએ મીડિયાને એક ઈમેલથી જણાવ્યું હતુંવધુમાં કહ્યુંં હતું કે ,' પ્રવેશના બધા પોર્ટ પર આખરી નિર્ણય સીબીએસએના અધિકારીનો રહેશે અને એના આધારે આગળની પ્રક્રિયા હાથ ધરાશે.

કેનેડામાં વિદેશી ફિલ્મ એન્ડ ટી.વી.ના લોકોને લેબર માર્કેટ ઈમ્પેકટ એસેસમેન્ટના ધારાધોરણોથી મુકિત મળે છે. ફિલ્મ ટીવી ક્્રુ મેમ્બર્સ, એકટર્સ અને બીજા કામદારોને સિગ્નીફિકન્ટ બેનીફીટ વર્ક પરમીટ સરળતાથી મળી શકે છે. પ્રોડયુસર્સે કદાચ બિઝનેસ ઈન્વેસ્ટર તરીકેની યોગ્યતાથી પ્રવેશ મેળવવો પડશે. જેને માટે તેમણે પોતાનો બાયોડેટા અને પ્રોડકશનની જાણકારી આપી મંજુરી મેળવવાની રહેશે.