ફોક્સવેગનની કારમાં ટેકનોલોજી ખામીને લીધે શોર્ટ સર્કિટ ભય, કંપનીએ 1 લાખથી વધુ કાર પાછી મંગાવી

April 02, 2022

ફોક્સવેગન ગ્રૂપે વિશ્વભરમાં વેચાયેલી 1 લાખથી વધુ પ્લગ-ઇન હાઇબ્રિડ કારને પરત મંગાવી છે કારણ કે આ તમામ કારને આગનું જોખમ હતું. કંપનીએ કહ્યું કે ફોક્સવેગન પાસટ, ગોલ્ફ, ટિગન અને આર્ટીઓનના લગભગ 42,300 ગ્રાહકોનો સંપર્ક કરવામાં આવી રહ્યો છે. આ ઉપરાંત ફોક્સવેગનની સબસિડિયરી બ્રાન્ડ ઓડીની લગભગ 24,400 કારને પાછી બોલાવવામાં આવી છે. સ્કોડા અને Seat વાહનો પણ આ રિકોલના દાયરામાં આવી ગયા છે.

ફોક્સવેગનનું માનીએ તો ઇન્ટરનલ કંબન્શન એન્જિનને ઇલેક્ટ્રિક ડ્રાઇવ સાથે જોડતી ટેક્નોલોજીમાં ખામીને કારણે શોર્ટ સર્કિટ અને આગ લાગી શકે છે. 1 લાખ વાહનોને રિકોલ કરવા પર, ફોક્સવેગનના પ્રવક્તાએ જણાવ્યું હતું કે ઇંધણથી ચાલતા એન્જિન અને ઇલેક્ટ્રિક ડ્રાઇવને જોડતી ટેક્નોલોજીમાં થોડી સમસ્યા આવી છે. આ કારણે ઇન્સ્યુલેટેડ હાઇ વોલ્ટેજ બેટરી કારમાં શોર્ટ સર્કિટ કરી શકે છે, જેના કારણે કારમાં આગ લાગવાનું જોખમ રહે છે.

જર્મનીના એક અખબાર રેગ્યુલેટર કેબીએની સલાહ પર ફોક્સવેગનના પ્રવકતાએ કહ્યું કે એન્જિન ડિઝાઇનના કવરને યોગ્ય રીતે પેક કરેલ ના હોઈ શકે જેનાથી ગરમ હવાના સંપર્કમાં આવે ત્યારે કારમાં આગ લાગી શકે છે. ફોક્સવેગનના પ્રવક્તાએ જર્મન અખબારના નિયમનકાર KBAની સલાહ પર જણાવ્યું હતું. અખબારમાં કહેવામાં આવ્યું છે કે જર્મનીમાં આવા 16 કેસ નોંધાયા છે. આ અખબારમાં એવું પણ કહેવામાં આવ્યું છે કે રિકોલથી ફોક્સવેગન ગ્રુપની કાર સિવાય ઓડી, Seat અને સ્કોડાની કારને અસર થશે.