શ્રદ્ધા કપૂરે રાહુલને અનફોલો કરતાં બ્રેક અપની અટકળ

August 06, 2024

મુંબઇ : શ્રદ્ધા કપૂરે બોયફ્રેન્ડ રાહુલ મોદી, તેની બહેન અને તેના ડોગીને પણ  સોશિયલ મીડિયા પર અનફોલો કરી દીધા છે. તેના કારણે તેના અને રાહુલ વચ્ચે બ્રેક અપ થઈ ગયું કે શું તેવી ચર્ચા શરુ થઈ છે. જોકે રાહુલે શ્રદ્ધા કપૂરને ફોલો રાખવાનું ચાલુ રાખ્યુ છે. આથી, આ કદાચ શ્રદ્ધાની આગામી ફિલ્મ 'સ્ત્રી ટૂ'ના પ્રચારનું કોઈ તિકડમ પણ હોઈ શકે છે તેવી પણ ચર્ચા છે. શ્રદ્ધા અગાઉ સોશિયલ મીડિયા થકી જ તેના પ્રેમનોએકરાર કરી ચૂકી છે. તેણે રાહુલનું નામ ધરાવતો નેકલેસ ધારણ કરીને પણ પોતાના સંબંધની જાહેરાત કરી હતી. શ્રદ્ધા કપૂર હાલ તેની આગામી ફિલ્મ 'સ્ત્રી ટૂ'નું પ્રમોશન કરી રહી છે. તે બધી જગ્યાએ તેના આ ફિલ્મના ગેટ અપમાં જ દેખા દે છે. તે પરથી લોકોને એમ લાગે છે કે  સોશિયલ મીડિયા પર અનફોલો કરવાની ચેષ્ટા કદાચ કોઈ રીતે પ્રચાર ગિમિકનો ભાગ હોઈ શકે છે.  શ્રદ્ધાએ પોતાના પ્રેમ સંબંધને ક્યારેય છૂપાવ્યો નથી એટલે આ અંગે પણ ેતે ખુદ કોઈ ઘોષણા કરે તેની ચાહકો રાહ જોઈ રહ્યા છે.