શુભમન ગિલે વિરાટનો રેકોર્ડ તોડ્યો

February 02, 2023

ટીમ ઈન્ડિયાએ ગઈકાલે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાયેલી સિરીઝની છેલ્લી અને નિર્ણાયક ત્રીજી T20 મેચમાં ન્યૂઝીલેન્ડને 168 રને હરાવી દીધું હતું. ટીમ ઈન્ડિયાએ ન્યૂઝીલેન્ડને 66 રનમાં જ ઓલઆઉટ કરી દીધું હતું. ટીમ ઈન્ડિયાની આ જીતનો હીરો 23 વર્ષીય શુભમન ગિલ હતો. વન-ડેમાં છેલ્લી 4 મેચમાંથી 3 મેચમાં સદી ફટકારનાર ગિલ પહેલી 2 T20 મેચમાં ખાસ પ્રદર્શન કરી શક્યો નહિ, જોકે તેણે ત્રીજી T20માં સદી ફટકારી હતી. તેણે 126* રનની ધમાકેદાર ઇનિંગ રમી હતી. ગિલ આ સાથે જ ભારત તરફથી T20માં મેચમાં સૌથી વધુ રન બનાવનાર પ્લેયર બની ગયો છે. તેણે આ મામલે વિરાટ કોહલી (122 રન)નો રેકોર્ડ તોડ્યો છે.