સરળતા, સાહસ, સંયમ, ત્યાગ રામ નામનો સાર છેઃ પ્રિયંકા

August 05, 2020

નવી દિલ્હીઃ અયોધ્યામાં થનારા ભૂમિ પૂજન પહેલા કોંગ્રેસના મહાસચિવ પ્રિયંકા ગાંધીએ પણ ભગવાન રામને લઈને સોશ્યલ મીડિયા પર સંદેશ આપ્યો છે. પ્રિયંકા ગાંધીએ કહ્યું છે કે, રામ બધામાં છે અને રામ બધાની સાથે છે.સાથે સાથે પ્રિયંકાએ રામ મંદિર નિર્માણના પ્રારંભને રાષ્ટ્રીય એકતાનો અવસર બનાવવા માટે પણ અપીલ કરી છે. પ્રિયંકા ગાંધીએ ટ્વિટ કરીને કહ્યુ છે કે, સરળતા, સાહસ, સંયમ, ત્યાગ રામ નામનો સાર છે.રામ બધામાં છે.રામ બધાની સાથે છે.ભગવાન રામ અને સીતા માતાના સંદેશ અને તેમની કૃપાની સાથે રામ લલાના મંદિરના ભૂમિપૂજનનો કાર્યક્રમ રાષ્ટ્રીય એકતા તેમજ સાંસ્કૃતિ સમાગમનો અવસર બને તેવી આશા. ટ્વિટના અંતે પ્રિયંકા ગાધીએ જય સીયારામ પણ લખ્યું છે.પ્રિયંકાએ કહ્યુ છે કે, રામાયણની ભારતીય ઉપમહાદ્વીપની સંસ્કૃતિ પર બહુ ઉંડી છાપ છે.રામ શબરી અને સુગ્રીવના પણ છે, કબીર અને તુલસીદાસના પણ છે. ગાંધીજીના ભગવાન રામ તમામને સદબુધ્ધિ આપનારા છે.વારીસ અલી શાહ પણ કહે છે કે, જે રબ છે તે રામ છે. બીજી તરફ, મધ્યપ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી કમલનાથે સુંદરકાંડનો પાઠ કર્યો અને કહ્યું- અમે રામ મંદિર નિર્માણનું સ્વાગત કરીએ છીએ. રાજીવજીએ ૧૯૮૫માં તેની શરૂઆત કરી હતી. ૧૯૮૯માં શિલાન્યાસ કીયા. રાજીવજીને કારણે આજે રામ મંદિરનું સપનું સાકાર થઈ રહ્યું છે. તેમણે કહ્યું કે આજે રાજીવજી હોત તો બધુ નિહાળત. ભારતની સંસ્કૃતિ હજું પણ જોડનાર છે. અમારી ઓળખ છે. અમે જ્યારે પણ કંઈક કરીએ છીએ તો ભાજપને પેટમાં દુઃખે છે. શું ધર્મ ઉપર તેમની પેટન્ટ છે, તેમનો ઠેકો છે. તેમણે ધર્મની એજન્સી લીધેલી છે? કમલનાથે જાહેરાત કરી છે કે તેઓ ચાંદીની ૧૧ ઈંટ અયોધ્યા મોકલશે. આવતીકાલે ઐતિહાસિક દિવસ છે, જેની રાહ સમગ્ર દેશને છે. કોંગ્રેસ પ્રવક્તા રણદીપ સુરજેવાલાએ કહ્યું કે રામ મંદિર નિર્માણ કાર્યક્રમ પહેલા કોઈ રાજનીતિક નિવેદશ આપવા ઈચ્છતો નથી. પરંતુ કહેવા માંગુ છું કે રાજનીતિનો ધર્મ હોવો જોઈએ, ધર્મની રાજનીતિ નહીં. આજ રામની મર્યાદા છે.