સિંધુ બોર્ડર મામલામાં નિહંગે હત્યાની જવાબદારી લેતા સરેન્ડર કર્યું

October 15, 2021

ચંદીગઢ- સિંધુ બોર્ડર મામલામાં નિહંગે હત્યાની જવાબદારી લેતા સરેન્ડર કર્યું છે. પોલીસે તેની ધરપકડ કરી છે અને મેડિકલ કરાવ્યા બાદ કોર્ટમાં રજૂ કરવામાં આવશે. પોલીસની સામે સરવજીત સિંહે દાવો કર્યો કે આ હત્યા પાછળ તેનો હાથ છે. તેણે હાથ કાપવા અને હત્યાની જવાબદારી લીધી છે. પોલીસ પ્રમામે હવે સરવજીતની પૂછપરછમાં તે જાણકારી મેળવવામાં આવશે કે તે સમયે તેની સાથે કોણ હાજર હતું. પોલીસ તે તમામ વીડિયો પણ શોધી રહી છે.

જેનાથી માહિતી મેળવી શકાય હત્યા કેટલી નિર્દયતાથી કરવામાં આવી છે. પોલીસે કહ્યુ કે, તપાસમાં અન્ય લોકોની પણ પૂછપરછ થશે. જો કોઈ આરોપી હત્યામાં સામેલ જોવા મળ્યો તો તેની ધરપકડ કરવામાં આવશે. 

આજે વહેલી સવારે સિંધુ સરહદની ઘટના પર ચંદીગઢમાં મુખ્યમંત્રીના નિવાસસ્થાને ઉચ્ચ સ્તરીય બેઠક બોલાવવામાં આવી હતી. બેઠકમાં સીએમ મનોહર લાલ ખટ્ટરે કહ્યું કે દોષિતોને છોડવામાં આવશે નહીં. સૂત્રોએ આ અંગે માહિતી આપી હતી. સૂત્રોના જણાવ્યા અનુસાર ગૃહમંત્રી અનિલ વિજ અને પોલીસ મહાનિર્દેશક સહિત અન્ય ઉચ્ચ અધિકારીઓએ આ બેઠકમાં હાજરી આપી હતી. સૂત્રોએ જણાવ્યું હતું કે બેઠકમાં ઘટનાની માહિતી લીધા બાદ મુખ્યમંત્રી મનોહર લાલ ખટ્ટરે કડક કાર્યવાહીના આદેશ આપ્યા હતા. સૂત્રો પાસેથી પ્રાપ્ત માહિતી અનુસાર, સિંઘુ બોર્ડર પર નિર્દય હત્યાના કેસમાં અત્યાર સુધી બે નામ બહાર આવી રહ્યા છે.