6 લોકોએ કરી અંતરિક્ષયાત્રા:પૃથ્વીથી 107 કિલોમીટર ઉપર ગયા પછી પેરાશૂટ દ્વારા નીચે આવ્યા, એક ટિકિટની કિંમત લગભગ 10 કરોડ રુપિયા

August 05, 2022

એમેઝોનનાં સ્થાપક જેફ બેઝોસની સ્પેસ કંપની બ્લુ ઓરિજિને ગુરુવારે સ્પેસ ટુરિઝમ માટે છ લોકોને અવકાશમાં મોકલ્યા હતાં. કંપનીના ન્યૂ શેપર્ડ અવકાશયાને ટેક્સાસમાં લોંચ સાઇટ વન પરથી ઉડાન ભરી હતી. આ અવકાશયાન યાત્રીઓને પૃથ્વીથી 107 કિમી ઉપર લઈ ગયું અને પછી ત્યાંથી પેરાશૂટ દ્વારા લોકો પૃથ્વી પર પાછા આવ્યા.


આ ફ્લાઈટ સાથે બ્લુ ઓરિજિને નવો વર્લ્ડ રેકોર્ડ પણ બનાવ્યો છે. પહેલીવાર ઇજિપ્ત અને પોર્ટુગલનાં લોકો સ્પેસ ટુરિઝમનો ભાગ બન્યાં. એન્જિનિયર સારા સાબરી પ્રથમ મિસ્રી અને ઉદ્યોગપતિ મારિયો ફરેરા અવકાશમાં જનાર પ્રથમ પોર્ટુગીઝ બન્યા. આ સફરમાં ડ્યૂડ પરફેક્ટનાં કો-ફાઉન્ડર કોબી કોટન, બ્રિટિશ-અમેરિકન ક્લાઇમ્બર વૈનેસા ઓ'બ્રાયન, ટેક્નોલોજી લીડર ક્લિન્ટ કેલી III અને ટેલિકોમ્યુનિકેશન એક્ઝિક્યુટિવ સ્ટીવ યંગ પણ સામેલ હતાં.