આઇઆરસીસીમાં પ્રશ્નો રજુ કરવા કેનેડાના રાજકારણીઓ દ્વારા પણ સોશિયલ મીડિયાનો ઉપયોગ

November 22, 2021

  • વિરોધ પક્ષોએ મંત્રી પ્રધાન ફ્રેઝરને પત્ર લખી ઇમિગ્રેશન સિસ્ટમમાં સુધારા માટે સુચનો કર્યા
ઓન્ટેરિયો : કેનેડાના વસાહતી ખાતાના પ્રધાન ફ્રેઝરને વિરોધ પક્ષના સભ્યોએ સોશિયલ મીડિયા મારફતે એક પત્ર લખી ઇમિગ્રેશન સિસ્ટમમાં કઈ રીતે સુધારો કરી શકાય તે માટે સૂચનો કર્યા છે. કન્ઝર્વેટિવ પાર્ટીના જસરાજસિંઘ હાલન તથા ન્યુ ડેમોક્રેટિક પાર્ટીના જેની કવાને પણ વસાહતી ખાતાના પ્રધાનને સોશિયલ મીડિયા મારફતે પોતાની સમસ્યા રજુ કરી હતી. આ સભ્યોનું કામ સરકાર સાથે સબંધ જાળવી રાખવાનું છે અને તેઓ ઇમિગ્રેશન એન્ડ સિટિઝનશીપની સ્ટેન્ડિંગ કમિટીમાં અવાર-નવાર ભાગ લેતા હોય છે. આ કમિટીમાં જુદા-જુદા પક્ષના રાજકારણીઓનો સમાવેશ કરાયો છે. કેનેડાની સંસદમાં પણ હવે સોશિયલ મીડિયાનો ઉપયોગ વધવા લાગ્યો છે. ઇમિગ્રેશન રેફયુજીસ એન્ડ સિટિઝનશીપ કેનેડા (આઇઆરસીસી) તેમની ભલામણો તથા નવી નીતિઓનો અભ્યાસ કરવા માટે પણ સોશિયલ મીડિયા પર આધાર રાખે છે. લિબરલ પક્ષના સભ્ય કે જેમને હાલમાં માઇનોરિટી પાવર ઈન ધ ગવર્મેન્ટ બાબતે સોશિયલ મીડિયા મારફતે સંસદમાં રજૂઆત કરી હતી. કવાને વસાહતી ખાતાના પ્રધાનને 4 પન્નાના એક પત્રમાં અનેક મુદ્દાઓ રજુ કર્યા છે. તેણે પોતાના જમા થઇ ગયેલા કામનો ઝડપથી નિકાલ કરવા માટે સોશિયલ મીડિયાને એક આદર્શ વિકલ્પ ગણાવ્યો છે. આ સાથે જ ભારે રોગચાળો ફાટી નીકળ્યો ત્યારથી મારે માટે સોશિયલ મીડિયાનું માધ્યમ મારા કામના ઝડપી નિકાલનો એક આદર્શ વિકલ્પ બની ગયો હોવાનું તેમણે સ્વીકાર્યુ હતુ.
જો કે, મેંડીસીનોએ કહ્યું હતું કે, ઇમિગ્રેશન સિસ્ટમમાં ઝડપથી આધુનિકીકરણ લાવવામાં આવશે. જો કે, આ સુધારા માટે 5 વર્ષ જેટલો સમય લાગી જશે. એ દરમિયાન પ્રોસીડીંગ્સમાં વિલંબ થતા પરિવારોને તો નુકસાન થાય જ છે. પરંતુ વસાહતીઓની અછત ઉભી થતા કેનેડાના અર્થતંત્રને પણ નુકશાન થાય છે. કેનેડાના ઉદ્યોગો એક બાજુ માનવબળ મેળવવા માટે ભારે મહેનત કરી રહ્યા હોય છે. ત્યારે બીજી તરફ કેનેડાની વસાહતી નીતિને કારણે કામદારોની જરૃરિયાત પુરી થતી નથી. હાલમાં જે નવી પ્રક્રિયા અપનાવવામાં આવી છે તે હજુ વધી લાંબી થઇ ગઈ છે. 
વધુમાં 2020થી બેકલોગ રહ્યો છે તે છેલ્લા ત્રણ વર્ષથી પૂરો કરી શકાયો નથી. આઇઆરસીસીએ કેટલીક અરજીઓનો અંતિમ નિર્ણય લઇ ટેમ્પરરી રેસિડેન્સમાંથી પરમેનન્ટ રેસિડેંટ્સ પ્રોગ્રામમાં મોકલી આપી છે. આ કાર્યક્રમની રચના 2021ના વસાહતીઓ માટેના લક્ષ્યાંકો પાર પાડવા માટે કરાઈ છે. પરિણામે જે લોકોએ પરમેનન્ટ રેસીડેન્સી માટે આ અગાઉ અરજી કરી છે તેમને તેનો નિર્ણય આવે તે માટે હજુ વધુ રાહ જોવી પડશે.