ભારતના ભાગલા કયારેય ન મટનાર વેદના : મોહન ભાગવત

November 27, 2021

નોઈડા: આરએસએસ ચીફ મોહન ભાગવતે એકવાર ફરીથી દેશના ભાગલાનો મુદ્દો ઉઠાવ્યો છે. મોહન ભાગવતે કહ્યું કે દેશના ભાગલા કયારેય ન મટનારી વેદના છે અને તે ત્યારે જ દૂર થઈ શકે જ્યારે ભાગલા ખતમ થાય. આરએસએસ પ્રમુખ મોહન ભાગવતે પુસ્તકના લોકાર્પણ સમારોહમાં કહ્યું કે દેશના ભાગલા કોઈ રાજકીય વિષય નથી તે આપણા અસ્તિત્વનો પ્રશ્ન છે. દેશના વિભાજન માટે તત્કાલિન પરિસ્થિતિઓ કરતા વધુ બ્રિટિશ સરકાર અને ઈસ્લામી આક્રમણ જવાબદાર હતા. વિભાજનકાલીન ભારત કે સાક્ષી' પુસ્તકના લોકાર્પણ સમારોહમાં આરએસએસ પ્રમુખ મોહન ભાગવતે કહ્યું કે 'વિચારવા જેવો વિષય છે કે મારો જન્મ ભાગલા બાદ થયો એ પણ મને ૧૦ વર્ષ બાદ સમજમાં આવ્યું, ત્યારબાદ મને ઊંઘ નથી આવી.' તેમણે કહ્યું કે લોકોએ સ્વતંત્રતા માટે બલિદાન આપ્યા, તે માતૃભૂમિનું વિભાજન થયું. ભાગવતે કહ્યું કે આ કોઈ રાજનીતિનો વિષય નથી તે આપણા અસ્તિત્વનો પ્રશ્ન છે કારણ કે મારું અસ્તિત્વ ભારતના અસ્તિત્વ સાથે છે. જે ખંડિત થયું તેને ફરીથી અખંડિત બનાવવું પડશે. આરએસએસ પ્રમુખે કહ્યું કે ભારતના વિભાજનમાં સૌથી પહેલી બલિ માનવતાની ચડી. એક વાત સ્પષ્ટ છે કે ભાગલા યોગ્ય ઉપાય નહતો. ભાગલા તે સમયની વર્તમાન પરિસ્થિતિ કરતા વધુ ઈસ્લામ અને બ્રિટનના આક્રમણનું પરિણામ છે.