વિદેશોમાં અટવાયેલા ભારતીયો માટે 4-6 જુને ખાસ ઉડ્ડયનો

May 30, 2020

નવીદિલ્હી : પગલે વિદેશોમાં અટવાઇ રહેલા ભારતીયોને પાછા સ્વદેશમાં આણવા માટે વંદે ભારત અભિયાનના દ્વિતીય તબક્કામાં ૪-૬ જુન દરમિયાન છ રાષ્ટ્રોમાં ખાસ વિમાનો મોકલશે. આ છ દેશોમાં અમેરિકા, ન્યુઝિલેન્ડ, ઇંગ્લેન્ડ, સ્વીડન, જર્મની અને દક્ષિણ કોરિયાનો સમાવેશ થાય છે. કેન્દ્રની મોદી સરકારે ગઇ તા.૭ મેએ વંદે ભારત મિશનનો કાર્યક્રમ શરૂ કર્યો હતો. બહાર જતા આ વિમાનોમાં વિદેશી નાગરિકો અને માન્ય વિઝા ધારકો પણ સીટ બૂક કરાવી શકે છે.

અભિયાનના પ્રથમ તબક્કામાં એર ઇન્ડિયા અને એની સબસિડરી એર ઇન્ડિયા એક્સપ્રેસે ૬૪ ઉડ્ડયનો માં ૧૨ વિદેશોમાં રહેલા ૧૪,૮૦૦ ભારતીયોને પાછા વતનમાં આણ્યા છે. અભિયાનના દ્વિતીય તબક્કાનો પ્રારંભ ૧૬મે એ થયો છે.