‘વિરાટ’ને વામણો બતાવવા બીસીસીઆઈમાં ખેલ

December 29, 2021

  • ભારતીય ક્રિકેટ ટીમના આફ્રિકા પ્રવાસ પહેલાં જ ગાંગુલી અને કોહલી વચ્ચેનો ખટરાગ બહાર આવી ગયો
  • વિરાટ કોહલી પાસેથી બે ફોર્મેટની કેપ્ટનશીપ છીનવી લેવાતા તે હવે માત્ર ટેસ્ટ ટીમનો જ કેપ્ટન રહી ગયો છે, વાસ્તવમાં અનેક માજી કિક્રેટરો બોર્ડના નિર્ણય સામે સવાલો ઉઠાવી રહ્યા છે

બીસીસીઆઈમાં છેલ્લાં આઠ દિવસથી વિરાટ કોહલી અને ગાંગુલી વચ્ચે ચાલી રહેલો ખટરાગ ચર્ચાનો વિષય બની ચૂક્યો છે. ત્યારે વિરાટ કોહલીને ટાર્ગેટ કરવામાં આવી રહ્યાનો તર્ક પણ રજૂ થઈ રહ્યો છે. તાજેતરમાં પૂરા થયેલાં 120 વર્લ્ડકપ સુધી ભારતીય ક્રિકેટ ટીમ પાસે ત્રણેય ફોર્મેટમાં માત્ર એક જ કેપ્ટન હતો. જેનુ નામ વિરાટ કોહલી છે. જો કે, હવે વિરાટ કોહલી પાસેથી બે ફોર્મેટની કેપ્ટનશીપ છીનવી લેવામાં આવી છે. વિરાટ હવે માત્ર ટેસ્ટ ટીમનો કેપ્ટન છે. જે રીતે વિરાટ કોહલીને કેપ્ટન પદ પરથી હટાવવામાં આવ્યો તે પદ્ધતિને લઈને સવાલો છે. વિરાટને દક્ષિણ આફ્રિકા પ્રવાસ માટે ટેસ્ટ ટીમની જાહેરાતના લગભગ દોઢ કલાક પહેલાં જ જાણ કરાઈ કે તે હવે ODI ટીમનો કેપ્ટન નથી. આ ઘટના પર સૌરવ ગાંગુલી અને વિરાટ કોહલીના અલગ-અલગ નિવેદનો આવ્યા હતાં. 
બીસીસીઆઈના પ્રમુખ ગાંગુલીએ કહ્યું હતું કે, જ્યારે વિરાટ T20 ઈન્ટરનેશનલમાં કેપ્ટન પદ છોડવાનો નર્ણય કરી રહ્યો હતો ત્યારે તેણે કોહલી સાથે વ્યક્તિગત રીતે વાત કરી હતી. જો કે, વિરાટે સ્પષ્ટ કહ્યું હતું કે, બોર્ડના કોઈ અધિકારીએ તેની સાથે આ વિશે કોઈ વાતચીત કરી નથી. વિશ્વના સૌથી ધનાઢ્ય ક્રિકેટ બોર્ડના સર્વેસર્વા પ્રમુખ અને ટીમના સર્વેસર્વા સુકાનીના નિવેદનમાં સ્પષ્ટ વિરોધાભાષ જોવા મળ્યો હતો. જેથી આ વિવાદમાં કંઈ રંધાઈ રહ્યુ હોવાની પ્રબળ સંભાવનાઓ જોવાઈ રહી છે. આવી સ્થિતિમાં ટીમ ઈન્ડિયાના પૂર્વ ખેલાડી કીર્તિ આઝાદનું નિવેદન પણ મહત્વનું છે.
કીર્તિ આઝાદનું કહેવું છે કે, પસંદગીકારોએ સૌરવ ગાંગુલીની મંજૂરી લીધા બાદ જ આ મામલે અંતિમ નિર્ણય લેવો જોઈતો હતો. સદીઓથી આ પરંપરા ચાલી આવે છે. કપ્તાનને બદલતા પહેલાં બોર્ડના અધ્યક્ષ પાસેથી મંજૂરીની મહીર મેળવવી જરૂરી છે. પસંદગીકારોએ પહેલાં પ્રમુખ પાસે જવું જોઈતું હતું. સામાન્ય રીતે કોઈ ટીમ પસંદ કરવામાં આવે છે, ત્યારે ટીમની પસંદગી પછી પ્રમુખ પાસે યાદી લઈ જવાય છે. પ્રમુખ જૂએ કે બધું બરાબર છે પછી તેના પર સહી કરે છે અને ત્યારપછી તેની જાહેરાત કરવામાં આવે છે. પોતે ટીમના સિલેક્ટર હતા ત્યારનાં દિવસોને યાદ કરીને આઝાદે કહ્યું, જ્યારે હું પણ સિલેક્ટર હતો ત્યારે આવું જ થતું હતું. હું આવું કહી રહ્યો છું, તેનો હેતુ પસંદગીકારોનું અપમાન કરવાનો નથી, પરંતુ કોહલીનો ક્રિકેટ રમવાનો અનુભવ પસંદગીકારો કરતા ઘણો વધારે છે. આઝાદે વધુમાં કહ્યું કે, તમે કોઈપણ ફોર્મેટ માટે કેપ્ટન બદલતા હોવ ત્યારે અધ્યક્ષને પત્ર લખીને જાણ તો કરવી પડે. વિરાટ ટીમના પસંદગીકારોના નિર્ણયથી નારાજ નથી, પરંતુ મને લાગે છે કે તેને જે રીતે જાણ કરવામાં આવી છે તેનાથી તે દુઃખી છે. વધુમાં કીર્તિ આઝાદે કહ્યું કે, હું એમ કહેવા માંગતો નથી કે તમામ પસંદગીકારો ખરેખર મહાન લોકો છે, પરંતુ જો તમે તેમની કુલ મેચોની સંખ્યા જોશો તો તે વિરાટ રમ્યો છે તેનાંથી અડધી પણ નહી હોય. કીર્તિ આઝાદે આવું કહીને સ્પષ્ટ કરી દીધું છે કે, એવો કોઈ ખેલ ખેલાઈ રહ્યો છે જેમાં વિરાટને વામણો બનાવવાની કોશિશ થઈ રહી છે. 
હાલ ટીમ ઈન્ડિયા ટેસ્ટ અને વન-ડે સિરીઝ રમવા માટે દક્ષિણ આફ્રિકા પહોંચી ગઈ છે. 3 મેચની ટેસ્ટ શ્રેણીની પહેલી મેચ 26 ડિસેમ્બરથી શરૂ થશે. દક્ષિણ આફ્રિકાના પ્રવાસ પહેલાં BCCIની સિનિયર સિલેક્શન કમિટીએ રોહિત શર્માને ODI અને T20 ટીમના કેપ્ટન તરીકે નિયુક્ત કરવાની જાહેરાત કરી હતી. હવે વિરાટ માત્ર ટેસ્ટમાં કેપ્ટન તરીકે જવાબદારી સંભાળશે. જો કે, કેપ્ટન તરીકે રોહિતની નિમણૂક પછી એવા અહેવાલો આવ્યા હતા કે કોહલી ODIની કેપ્ટનશિપ ગુમાવ્યા પછી ગુસ્સામાં છે અને ODI શ્રેણી માટે આરામ પણ લેશે. એટલું જ નહીં, ટીનમાં કોહલી અને રોહિત વચ્ચે વિવાદ થયો હોવાના અહેવાલો પણ સામે આવ્યા હતા. 
જો કે, બીજી તરફ એ બાબત પણ એટલી સ્પષ્ટ છે કે, વિરાટ નામથી જ વિરાટ નથી, નાની ઉંમરમાં તેણે ઘણા વિરાટ કામો કર્યા છે. ઘરમાં પિતાનો પાર્થિવદેહ પડ્યો હોય અને ટીમ માટે બેટિંગ કરવા મેદાનમાં પહોંચવું પડે એ નાનાંસૂનાં માણસોનું કામ નથી.
એનાં માટે વિરાટ હૃદય જોઈએ! 1988ની ૬ નવેમ્બરે દિલ્હીના એક પંજાબી પરિવારમાં જન્મેલા વિરાટ કોહલીના પિતા પ્રેમ કોહલી વકીલ હતા. માતા સરોજ ગૃહિણી છે. એક મોટો ભાઇ (વિકાસ) અને એક મોટી બહેન (ભાવના) છે. વિરાટે એક ઇન્ટરવ્યૂમાં કહ્યું હતુ કે, તેણે માત્ર 3 વર્ષની ઉંમરે બેટ પકડી લીધું હતું. તે તેના પિતા સાથે ઘણીવાર ક્રિકેટ રમતો, 9 વર્ષનો હતો ત્યારે તેના પિતાએ એક એકેડમીમાં એડમિશન અપાવ્યું હતું. 2008માં તેની કેપ્ટનશિપમાં ભારતે અન્ડર-19 વર્લ્ડ કપ જીત્યો હતો. તે વર્ષે જ તેણે ભારતીય ટીમ માટે રમવાનું શરૂ કર્યું હતું. વર્ષ 2018માં તેને ICC મેન્સ ક્રિકેટર ઓફ ધ યર, ICCમેન્સ ઓડીઆઇ ક્રિકેટર ઓફ ધ યર, કેપ્ટન ઓફ ICC ટેસ્ટ ટીમ ઓફ ધ યર અને કેપ્ટન ઓફ ICC મેન્સ ઓડીઆઇ ટીમ ઓફ ધ યર એવોર્ડથી નવાજાયો હતો. વર્ષ ૨૦૦૯માં ડેબ્યૂ પછી ચેમ્પિયન્સ ટ્રોફીમાં પહેલી વખત વિરાટ ફેઇસ ટુ ફેઇસ સચિન તેંડુલકરની સામે આવવાનો હતો. જેને ક્રિકેટ રમતાં જોઈને વિરાટ કોહલી મોટો થયો હતો અને આ પ્રોલેરાનમાં આવ્યો હતો એ આઇડલ મળવાના હોવાથી બે દિવસથી વિરાટ સૂઈ પણ શક્યો ન હતો. વિરાટ વધુમાં કહે છે, એ વખતે યુવી, મુનાફ, ભજ્જ અને ઈરફાને મારું બ્રેઇનવૉશ કરીને મારાં મગજમાં એવું ભરાવી દીધું કે, કોઈ નવો પ્લેયર આવે એટલે ઇન્ડિયન ડ્રેસિંગરૂમમાં સૌથી પહેલાં સચિન સામે માથું ટેકવે છે. આ અહીંનો રિવાજ છે. મેં આ લોકોની વાત માની પણ લીધી હતી. ડ્રેસિંગરૂમની અંદર જ લોકરરૂમમાં જ્યારે સચિન અને હું આમને સામને આવી ગયા ત્યારે મેં તેમનાં પગમાં માથું ટેકવવા માટે પ્રયાસ કર્યો અને હું નીચે નમ્યો હતો. જે બાદ સચિને વિરાટને પૂછ્યું કે, આ શું કરે છે. ત્યારે વિરાટે ઊભાં થતાં સચિનને આખી વાત જણાવી હતી. સચિન વિરાટની વાત સાંભળીને ચોંકી ગયો હતો. તેણે વિરાટને કહ્યું હતું કે, આ લોકો તારી મજાક કરી રહ્યાં છે. આવી કોઈ ટ્રેડિશન નથી. કોહલી કહે છે કે, એ પહેલાં ખુબ જ અંધશ્રદ્વાળું હતો. નાની નાની વાતમાં શંક કરતો હતો. મેદાનમાં ઊતરતા પહેલાં જમણા હાથમાં કાળી બેન્ડ પહેરીને જ ઊતરતો હતો. આજે આ બેન્ડ તેની આદત બની ગઈ છે.  વિરાટ એવું માનતો હતો કે, તેની પાસે રહેલાં અમુક ગ્લોવ્ઝ પેડ અને બેટ લક્કી છે. જેથી તેની સાથે જ તે સારું તે પર્ફોર્મ કરી શકે છે. 
ઇંગ્લેન્ડમાં એક મેચ વખતે વિરાટનો મૂડ ઓફ હતો. આ જોઈને ધોનીએ તેને હતાશાનુ કારણ પૂછ્યું હતું. આ સમયે વિરાટે કહ્યું, તેના લક્કી જ ખરાબ થઈ ગયાં છે, હવે બેટિંગ કેવી રીતે કરી શકશે. આ સાંભળીને MS સરપ્રાઇઝ થયો હતો. તેણે વિરાટને સલાહ આપી હતી કે, સાટે ત નવું બેટ, નવા પેડ અને નવા ગ્લોવ્ઝ સાથે પેદાનમાં જા. વિરાટે Mડની વાત માનીને નવી બેટ અને ગ્લોવ્ઝ પેડ સાથે મેદાનમાં ઉતર્યો હતો, તે દિવસે વિરાટે સેન્ચૂરી બનાવી હતી. Mડની સલાહ બાદ તે દિવસથી વિરાટ આ બધી માન્યતાઓમાંથી બહાર નીકળ્યો હતો. વિરાટ ફક્ત નામનો જ નથી, તેનું હૃદય પણ વિરાટ છે. એટિટ્યૂડમાં ભલે ફ્લેમબોયન્ટ લાગે પણ વેલ્ફેર માટે ક્યારેય પાછળ પડતો નથી. 
પ્રાસંગિકઃ ધવલ શુક્લ