ઈન્ડિયન ઓલિમ્પિક એસોસિયેશનના sr. vp તરીકે અજય પટેલની વરણી થશે

November 29, 2022

ઈન્ડિયન ઓલિમ્પિક એસોસીએશન (IOA)ના સિનિયર વાઈસ પ્રેસિડેન્ટ પદે અજય પટેલની વરણી કરવામાં આવશે. પ્રખ્યાત એથ્લેટિક આઈકોન પી.ટી. ઉષાની IOAના પ્રેસિડેન્ટ તરીકે નિમણૂંક કરવામાં આવશે. ઈન્ટરનેશનલ ઓલિમ્પિક એસોસિયેશન સાથે ઈન્ડિયન ઓલિમ્પિક એસોસિયેશન જોડાયેલું છે.

ઈન્ડિયન ઓલિમ્પિક એસોસિયેશનના હોદ્દેદારોની ચૂંટણી માટે નોમિનેશન ફોર્મ ભરવાનો છેલ્લો દિવસ તા. 25 નવેમ્બર હતો અને છેલ્લા દિવસ સુધી કોઈ ઉમેદવારીપત્રો ભરવામાં નહીં આવતાં IOAના પ્રેસિડેન્ટ પદે પી. ટી. ઉષા અને સિનિયર વાઈસ પ્રેસિડેન્ટપદે અજય પટેલને બિનહરીફ ચૂંટાયેલા જાહેર કરવામાં આવશે. ઉલ્લેખનીય છે કે, પી. ટી. ઉષા IOAના સૌપ્રથમ મહિલા પ્રેસિડેન્ટ બનશે.