શ્રીલંકાના વડાપ્રધાન મહિન્દા રાજપક્ષે ભારતના ચાર દિવસીય પ્રવાસે

February 08, 2020

નવી દિલ્હી : શ્રીલંકાના વડાપ્રધાન મહિન્દા રાજપક્ષે ભારતની ચાર દિવસની મુલાકાતે આવ્યા છે. આજે રાષ્ટ્રપતિ ભવનમાં તેમનું ઔપચારિક સ્વાગત કર્યા બાદ હૈદરાબાદ હાઉસમાં પીએમ મોદી અને મહિન્દા રાજપક્ષે વચ્ચે દ્વિપક્ષીય બેઠક યોજાઈ. 

આ બેઠક દરમ્યાન બંને દેશો વચ્ચે વેપાર, સુરક્ષા તેમજ અન્ય મુદ્દાઓ પર સંબંધોને વધુ મજબૂત બનાવવા પર ભાર મુકવામાં આવ્યો. બંને દેશો વચ્ચે સુરક્ષા, આતંકવાદ તેમજ વેપાર મુખ્ય મુદ્દા રહ્યા. પીએમ મોદી તેમજ મહિન્દા રાજપક્ષેએ બંને દેશોના સંબંધો વધૂ મજબૂત બનાવવાની કટિબદ્ધતા વ્યક્ત કરી.

સાથે જ સુરક્ષા અને આતંકવાદ મુદ્દે બંને દેશોએ એકબીજાને પરસ્પર સહયોગ આપવાની ખાતરી આપી.