આજથી મોરારીબાપુની બીજી ઓનલાઇન રામકથાનો પ્રારંભ

July 04, 2020

કુંઢેલી - મોરારી બાપુએ અગાઉ ૮૮૪ ની કથા ત્રિભુવન નીચે ઓનલાઇન કથા કરી હતી. જેમાં માત્ર ત્રણ શ્રોતા હતાં. હવે ૮૮૫ ની કથા આગામી તા. ૪-૭ ને શનિવારથી ગુરુર્પૂિણમાને દિવસે આરંભ થઇ રહ્યો છે .આ કથા જે જગ્યાએથી બાપુએ સૌ પહેલી પારાયણ કરી હતી તે તલગાજરડાના રામજી મંદિરમાંથી ગવાશે.

આ કથામાં પણ કોઈ શ્રોતા નહીં હોય. પરંતુ ચિત્રકુટધામ તલગાજરડા યુટયુબ ચેનલ પર એનું લાઈવ પ્રસારણ કરવામાં આવશે. શનિવારના દિવસે કથાનો સમય ૯-૩૦ થી ૧૨ સુધીનો રહેશે. અને બીજા દિવસથી દરરોજ આ કથા ૧૦ થી ૧૨ દરમિયાન યોજાશે. ગુરૃર્પૂિણમાનો ઉત્સવ ઘણાં વર્ષોથી મોરારીબાપુએ સંપૂર્ણ બંધ કરેલ છે. ચાલુ વર્ષે લોકડાઉન હોય આ નિયમ પાલન કરવા કોઇપણ ભાવિક ભક્તો તલગાજરડા આવી શકશે નહીં. બધાને પોતાના ઘેરથી કથાનો લાભ લેવા અનુરોધ કરવામાં આવ્યો છે. આસપાસના વિસ્તારો સહિતના પણ તલગાજરડા આવવા પર વિશેષના ફ્રમાવવામાં આવી છે.