આજથી ચારધામ યાત્રા શરૂ: શ્રદ્ધાળુઓને દર્શન માટે જવાની મર્યાદા કરાઇ નક્કી
May 03, 2022

ચાર ધામ યાત્રા 3 મે એટલે કે આજથી શરૂ થઈ રહી છે અને આ યાત્રામાં દરરોજ કેટલા યાત્રિકો ભાગ લઈ શકશે તે ઉત્તરાખંડ સરકારે નક્કી કર્યું છે. પ્રવાસમાં ભીડના વ્યવસ્થાપન માટે સરકારે કરેલી આ વ્યવસ્થાને અમલમાં મૂકવી પોલીસ માટે હવે મોટો પડકાર બની રહ્યો છે. માનવામાં આવે છે કે આ યાત્રામાં રેકોર્ડ ભક્તો દર્શન માટે ધામોમાં પહોંચશે. ભીડને નિયંત્રિત કરવા માટે સરકારે ચાર ધામમાં જતા યાત્રિકોની સંખ્યા પર દૈનિક મર્યાદા લાદી છે અને હવે પોલીસે મુસાફરોને આ મર્યાદાને ધ્યાનમાં રાખવાની અપીલ કરી છે.
મંદિરસમિતિઓ પાસેથી મળતી માહિતી પ્રમાણે ઉત્તરકાશી જિલ્લામાં આવેલા ગંગોત્રી અને યમનોત્રી ધામના કપાટ મંગળવારે સવારે 11:15 અને બપોરે 12:15 વાગ્યે ખૂલશે. આ દરમ્યાન બદરીનાથ અને કેદારનાથ મંદિર સમિતિના પ્રવકતા ડૉ.હરીશ ગૌડ એ કહ્યું કે રૂદ્રપ્રયાગ જિલ્લામાં કેદારનાથ મંદિરના કપાટ 6 મેના રોજ સવાર 6:15 કલાકે ખૂલશે. જ્યારે ચમોલી જિલ્લામાં બદરીનાથ ધામના કપાટ 8 મેના રોજ સવારે 6:25 કલાકે ખૂલશે.
કયા ધામમાં કેટલાં તીર્થયાત્રીઓને જવાની મંજૂરી?
આ વર્ષે ચાર ધામ યાત્રા વ્યવસ્થાની અંતર્ગત દરરોજ 15,000 તીર્થયાત્રીઓને બદ્રીનાથ જવાની મંજૂરી આપવામાં આવી છે. બીજી તરફ કેદારનાથની વાત કરીએ તો અહીં દરરોજ માત્ર 12,000 શ્રદ્ધાળુઓ જ જઈ શકશે. એ જ રીતે ગંગોત્રીમાં દરરોજ 7000 અને યમુનોત્રીમાં 4000 તીર્થયાત્રીઓને મંજૂરી આપવામાં આવશે. ગઢવાલના ડીઆઈજી એસ નાગન્યાલનું કહેવું છે કે પોલીસ મુસાફરીની વ્યવસ્થા કરવા માટે તમામ પ્રયાસો કરશે. તેમણે મુસાફરોને સહયોગની અપીલ કરી હતી. હવે પ્રશ્ન એ છે કે આવી વ્યવસ્થા શા માટે કરવામાં આવી છે!
મુસાફરોની સંખ્યાની દૈનિક મર્યાદા શા માટે નક્કી કરવામાં આવે છે?
વર્ષ 2013ની દુર્ઘટના બાદ કેદારનાથ ધામમાં શ્રદ્ધાળુઓના રોકાણ માટે સરકાર દ્વારા હજુ સુધી નક્કર વ્યવસ્થા કરવામાં આવી નથી. તાજેતરની સ્થિતિ એવી છે કે કેદારનાથમાં માત્ર 5 થી 8 હજાર શ્રદ્ધાળુઓ રાત્રિ વિશ્રામ માટે રોકાઈ શકે છે. હંગામી ટેન્ટ કેમ્પ જેવી વ્યવસ્થા કરવાની વાતો ચાલી રહી છે. અહીં જો બદ્રીનાથમાં પણ યાત્રીઓની સંખ્યા વધે તો ઘણી સમસ્યા થઈ શકે છે.
Related Articles
શનિની વક્રી ગતિ:13 જુલાઈએ શનિ મકરમાં પ્રવેશ કરશે, ધન રાશિના લોકો ઉપર સાડાસાતી શરૂ થશે
શનિની વક્રી ગતિ:13 જુલાઈએ શનિ મકરમાં પ્ર...
Jul 06, 2022
આજે બુધ પોતાની જ રાશિ મિથુનમાં પ્રવેશ કરશે; બુધાદિત્ય યોગ બનાવશે, વૃષભ, સિંહ અને કન્યા સહિત પાંચ રાશિ માટે શુભ
આજે બુધ પોતાની જ રાશિ મિથુનમાં પ્રવેશ કર...
Jul 02, 2022
આજે ગુપ્ત નવરાત્રીઃ ગુરૂ અને શનિ સહિતના અનેક ગ્રહો પોતાની રાશિમાં કરશે ભ્રમણ
આજે ગુપ્ત નવરાત્રીઃ ગુરૂ અને શનિ સહિતના...
Jun 30, 2022
મંગળ અને બુધનો સ્વ રાશિમાં પ્રવેશ, જાણો કઈ રાશિઓને થશે ફાયદો
મંગળ અને બુધનો સ્વ રાશિમાં પ્રવેશ, જાણો...
Jun 25, 2022
આવતી કાલે જેઠ મહિનાની પૂનમ; ત્રણ શુભ યોગ હોવાથી આ દિવસે સ્નાન-દાન કરવાથી ત્રણગણું પુણ્ય મળશે
આવતી કાલે જેઠ મહિનાની પૂનમ; ત્રણ શુભ યોગ...
Jun 13, 2022
રાશિ પરિવર્તન:આજથી બુધ ગ્રહ વૃષભ રાશિમાં માર્ગી થશે, વેપાર, વાણિજ્ય અને યુવા પેઢી માટે સારા સંયોગ રચાશે
રાશિ પરિવર્તન:આજથી બુધ ગ્રહ વૃષભ રાશિમાં...
Jun 04, 2022
Trending NEWS

06 July, 2022

06 July, 2022
.jpg)
06 July, 2022

06 July, 2022

06 July, 2022

06 July, 2022

06 July, 2022

05 July, 2022

05 July, 2022

05 July, 2022