કેનેડામાં કોન્ડો હાઉસિંગનું ચલણ ઘટી રહ્યાનો સ્ટેટેસ્ટીકસ કેનેડાનો દાવો

August 02, 2020

  • લોકડાઉનમાં વર્ક ફ્રોર્મ હોમનું ચલણ વધતા કોન્ડો ભાડે લેનારા ઘટી ગયા, મકાન ખરીદનારાઓનો ઝુકાવ શહેરથી દૂરના સ્થળે જવા માંડયો

ટોરન્ટો : શું હાઈ રાઈઝ કોન્ડોનો સુવર્ણયુગ પાછળ છૂટી રહયો છે ? સ્ટેસ્ટીકસ કેનેડા બાબતે તો એવું માને છે. એજન્સીના અઠવાડિયે આવેલા અહેવાલમાં જણાવવામાં આવ્યું હતું કે, કોવિડ -૧૯ બાદના સમયમાં વર્ક ફોર્મ હોમનું ચલણ વધતું હોવાથી ટૂંકાગાળા માટે કોન્ડો ભાડે લેનારાઓનું પ્રમાણ ઘટી રહ્યુંં છે. લાંબે ગાળે એના કારણે કોન્ડોની માગમાં ઘટાડો થઈ શકે છે, એવી આગાહી પણ એજન્સીએ કરી છેસ્ટેટકેને અઠવાડિયે કહ્યું હતું કે, વર્ક ફ્રોમ હોમનું પ્રચલન વધતું હોવાથી મોટા લીવીંગ રૂમની જરૂર ઉભી થઈ છે. જે કોન્ડો એપાર્ટમેન્ટસમાં શકય નથી. પરંતુ સિંગલ ફેમિલી હોમમાં મળી શકે છે અને એટલે લોકોનો ઝુકાવ કોન્ડો તરફથી હટીને સિંગલ - ફેમિલી હોમ તરફ વધી રહયો છે વાતને ધ્યાનમાં રાખીને બિલ્ડરો પણ હવે ગ્રાહકોને તેમની ડીઝાઈનમાં વધારાની ઓફિસ માટેની જગ્યા આપવાની ઓફર કરી શકે છે. અઠવાડિયે બહાર પડેલા અંદાજ મુજબ ટોરન્ટો, મોન્ટ્રીયલ અને વેન્કુંવર જેવા દેશના મોટા હાઉસિંગ માર્કેટમાં કોન્ડોની સ્થિતિ વધુ નાજુક બની શકે છે. કોરોના મહામારી શરૂ થઈ પહેલા ટોરન્ટોમાંથી મધ્યમવર્ગના પરીવારો આસપાસના શહેરોમાં હિજરત કરતા હતા. બાબત ઈમિગ્રન્ટસની વસતીને કારણે ઢંકાઈ જતી હતી. પરંતુ હવે જયારે ઈમિગ્રન્ટસની સંખ્યા ઘટી રહી છે ત્યારે કોન્ડોના ભાવોમાં પણ મોટો ઘટાડો લાંબા ગાળે જોવા મળી શકે છે, એમ પણ એજન્સીએ જણાવ્યું હતું. રીતે ટોરન્ટો અને વેન્કુંવરમાં ટૂંકાગાળાના ભાડુઆતોનું પ્રમાણ વધે તો ત્યાં પણ કોન્ડોના ભાવો ઘટી શકે છે.

કોવિડ -૧૯ને કારણે ટુરીઝમ જે રીતે ઘટી ગયું છે જોતા ટૂંકા ગાળા માટે ભાડે આપવાને બદલે લાંબાગાળાના ભાડુઆતો શોધવાનું ચલણ વધી રહયું છે એમ ઝુકાસા પોર્ટલ પરના બ્લોગમાં જેની રેનેએ જણાવ્યું હતું સમયગાળા દરમિયાન મોટાભાગના મકાન ખરીદનારાઓનો ઝુકાવ પણ શહેરી વિસ્તારોને બદલે શહેરથી દૂર મકાન લેવા તરફ જઈ રહયો છે