સ્ટીવ સ્મિથે તોડ્યો રેકોર્ડ, 14 હજાર રન પૂરા કરનાર ઓસ્ટ્રેલિયન બેટ્સમેન

November 20, 2022

ઓસ્ટ્રેલિયાના સ્ટાર બેટ્સમેન સ્ટીવ સ્મિથે ઈંગ્લેન્ડ સામે ચાલી રહેલી બીજી વનડેમાં એક મોટી સિદ્ધિ હાંસલ કરી છે. સ્મિથે સિડની ક્રિકેટ ગ્રાઉન્ડ પર રમાઈ રહેલી બીજી વનડેમાં 14000 આંતરરાષ્ટ્રીય રન પૂરા કર્યા છે. સ્ટીવ સ્મિથ ત્રણ મેચની વનડે શ્રેણીમાં શાનદાર ફોર્મમાં છે. પ્રથમ મેચમાં તેણે અણનમ 80 રન બનાવ્યા હતા. સ્મિથ બીજી મેચમાં પણ એ જ લયમાં જોવા મળ્યો હતો અને તેણે 70 બોલમાં 50 રન પૂરા કર્યા હતા.

સ્ટીવ સ્મિથ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં 14000 રન પૂરા કરનાર ઓસ્ટ્રેલિયાનો નવમો બેટ્સમેન બની ગયો છે અને આ સાથે જ સ્મિથ સૌથી ઝડપી 14000 રન પૂરા કરનાર ઓસ્ટ્રેલિયન બેટ્સમેન બની ગયો છે. બોલિંગ ઓલરાઉન્ડર તરીકે પોતાની કારકિર્દીની શરૂઆત કરનાર સ્ટીવ સ્મિથ માટે આ સ્થાન સુધી પહોંચવું એક મોટી ઉપલબ્ધિ છે.

સ્ટીવ સ્મિથે તેની છેલ્લી ચાર વનડેમાં સતત ચાર અર્ધસદી ફટકારી છે. સ્મિથે ન્યૂઝીલેન્ડ સામે 94 બોલમાં 61 રન બનાવ્યા હતા. આ પછી, તેણે આગલી મેચમાં સદી ફટકારી. તેણે 131 બોલમાં 105 રન બનાવ્યા હતા. ઇંગ્લેન્ડ સામે તેણે ગુરુવારે 78 બોલમાં 80 રન બનાવ્યા હતા. બીજી મેચમાં એટલે કે શનિવારે તે 114 બોલમાં 94 રનની ઇનિંગ રમીને આઉટ થયો હતો.