ઓસ્ટ્રેલિય ન્યૂ સાઉથ વેલ્સમાં વિચિત્ર આદેશ, શારીરિક સંબંધ વખતે રાખો સોશિયલ ડિસ્ટન્સ રાખો

January 13, 2021

કોરોના મહામારીને ફેલાતી અટકાવવા માટે નિશ્ચિત અંતર જાળવવા એટલે કે સોશિયલ ડિસ્ટેંસિંગનું પાલન કરવાની ખાસ અપીલ કરવામાં આવી રહી છે. ઓસ્ટ્રેલિયામાં પણ તે માટેના નિયમો બન્યા છે. જાહેર સ્થળોએ ઓછામાં ઓછા ઓછા દોઢ મીટરનું અંતર રાખવું, હેન્ડવોશ (Hand wash), પાર્ટનરને કમર તરફથી ગળે લગાવવા જેવી બાબતો પર ભાર મુકવામાં આવ્યો છે. પરંતુ ઓસ્ટ્રેલિયાની હેલથ ઓથોરિટી બેડરૂમ (Bedroom)માં કપલ માટે જારી કરેલી એક અજીબોગરીબ કોવિડ સેફ્ટી ગાઇડલાઇન્સને કારણે ચર્ચામાં છે.
ઓસ્ટ્રેલિયમાં કહેવામાં આવ્યું છે કે, જે લોકો પહેલાથી જ સાથે રહે છે તેમને ડરવાની જરૂર નથી. પણ જે લોકો જો કે જે લોકો કેઝ્યુઅલ સેક્સ કરી રહ્યા છે તેમના માટે હેલ્થ એક્સપર્ટની કેટલીક ભલામણ કરવામાં આવી છે. સાથે જ લોકોને ફોન સેક્સની પણ સલાહ આપવામાં આવી રહી છે.
ન્યૂ સાઉથ વેલ્સ (એનએસડબ્લ્યુ)ની હેલ્થ વેબસાઇટ પર ‘પ્લેસેફ’ના સલાહ સૂચનો બાદ લોકો પરેશાન છે. કોરોના વાયરસથી બચાવવા માટે લોકોને સેક્સ દરમિયાન દોઢ મીટરનું અંતર રાખવાની ભલામણ કરી છે. બેડરૂમમાં પાર્ટનર સાથે શારીરિક સંબંધ બાંધવો તે સમયનો ફિજિટલ ડિસ્ટન્સિંગ બનાવી રાખવાની સલાહ આપી છે.
હદ તો ત્યારે થઈ જ્યારે સુરક્ષિત રહેવા માટે લોકોને સોલો સેક્સની સલાહ આપી હતી. નવી ગાઇડલાઈન મુજબ જ્યારે તમે કોઈ પણ પ્રકારના વ્યક્તિ સાથે ઈન્ટિમેટ થઈ રહ્યા છો જે તમારી સાથે પહેલેથી સાથે રહે છે તો ગભરાવાની જરૂર નથી. જો કે જે લોકો કેઝ્યુઅલ સેક્સ કરી રહ્યા છે તેમના માટે હેલ્થ એક્સપર્ટની કેટલીક ભલામણ કરવામાં આવી છે.
વેબસાઇટ મુજબ કોઈ બહારની વ્યક્તિ સાથે શારીરિક સંબંધ બનાવવો જોખમી છે. દોઢ મીટરનું ફિઝિકલ ડિસ્ટન્સને કારણે એવું ના કરવાની સલાહ આપવામાં આવી છે. કોવિડ -19 કટોકટીમાં સોલો સેક્સને સૌથી સલામત માનવામાં આવ્યું છે. તે સમયે હેલ્થ એક્સપર્ટ્સની ભલામણ વિરોધાભાસ પણ પેદા થયો છે. હકિકતે એનએસડબ્લ્યુ હેલ્થ ઓથોરિટીઝ તમારા પાર્ટનરની સામે પણ નિશ્ચિત ડિસ્ટન્સ રાખતા તમારી સેક્સ સંતુષ્ટિ, યૌન સંતુષ્ટિની પૂરી કરવાની ભલામણ કરે છે.
લોકોને કોન્ડોમ અને ડેન્ટલ ડૈમ જેવી વસ્તુઓનો ઉપયોગ કરવાની ભલામણ કરાઈ છે. સાથે જ ફોન અથવા વીડિયો ચેટના માધ્યમથી હોટ મેસેજીસ અથવા ઈન્ટિમેટ થવાની સલાહ આપવામાં આવી છે. પાર્ટનરને એક બેડરૂમ અથવા શહેરમાં ન હોવા પર પણ તેની સાથે ફોન અથવા વિડિયો ચેટ પર ટાઈમ સ્પેન્ડ કરી શકો છો