Breaking News :
ન્યું ઝીલેન્ડ ફરી 7.1ની તિવ્રતાનાં શક્તિશાળી ભૂકંપથી ધ્રુજી ઉઠ્યું, ત્સુનામીની પણ ચેતવણી ઇમરાન ખાનની સરકાર રહેશે કે જશે! વિશ્વાસ મત મેળવવા માટે શનિવારે બોલાવ્યું પાર્લામેન્ટનું સત્ર બોલિવૂડમાં 370 કરોડની ટેક્સ ચોરી:બોક્સ ઓફિસ કલેક્શનની સરખામણીમાં આવક છૂપાવી, ખોટા ખર્ચ બતાવી ટેક્સ બચાવ્યો; તાપસી સામે 5 કરોડના રોકડ વ્યવહારના સબૂત મળ્યા પોલીસે મોડી રાતે ભાવિન સોનીનું નિવેદન લીધું, કહ્યું - 9 જેટલા જ્યોતિષીઓએ વિધિ કરવાના નામે 32 લાખ પડાવ્યા, તેથી આપઘાત કર્યો સોલા વિસ્તારમાં મરઘાંના સેમ્પલ પોઝિટિવ આવ્યાં, કલેક્ટરે જાહેરનામું બહાર પાડી 10 કિલોમીટર વિસ્તારમાં એલર્ટ જાહેર કર્યું દેશના રહેવાલાયક શહેરોમાં અમદાવાદ ત્રીજા સ્થાને, સુરત અને વડોદરા પણ ટોપ ટેનમાં સામેલ

શિયાળામાં હૂંફની સાથે સ્ટાઇલિશ પરિધાન-શાલ અને પોંચો

January 25, 2020

શાલ
ઠંડીની ઋતુ શરૂ થતાની સાથે જ આપણે ઠંડીથી બચવા માટે હૂંફ આપતા વસ્ત્ર્રોનો ઉપાયોગ કરતા હોઈએ છીએ. જેમાં સ્ટાઇલની સાથે કોઈપણ પ્રકારનું સમાધાન કરી શકતા નથી. આમ તો ઠંડીથી બચવા માટે અનેક પ્રકારના આઉટફિટ માટેની તૈયારી કરી શકાય છે પરંતુ શાલ એક એવું એટાયર છે કે જે તમને ઠંડી સામે રક્ષણ પણ આપે છે. સાથે જ ભારતીય પોશાક અને વેસ્ટર્ન આઉટફ્ટિ બંને સાથે પણ સરળતાથી ભળી જાય છે. એટલું જ નહીં તમે શાલને અલગ અલગ રીતે પહેરી શકો છો. જેનાથી તમારો લુક સ્ટાઇલિશ દેખાઈ આવશે.

શાલની પેટર્ન
ઠંડીની ઋતુમાં બજારમાં અનેક પ્રકારની શાલ જોવા મળતી હોય છે. તમે તમારી જરૂરિયાત પ્રમાણે કોઈપણ શાલ પર પસંદગી ઉતારી શકો છો. તમે પશ્ચિમના શાલ થી લઈને કશ્મીરી શાલ, ક્રોસે શાલ, સિલ્ક શાલ અથવા વૂલન શાલ પસંદ કરી શકો છો. તમે પ્રસંગ મુજબ પણ શાલનો કલર સિલેક્ટ કરી શકો છો. જેમકે રોજિંદા વપરાશ માટે લાલ, ગુલાબી અથવા મલ્ટિકલર શાલ કે પછી કલમકારી સ્ટાઇલ શાલ પહેરી શકાય છે. જો તમે પાર્ટીમાં જવાના હો તો એમ્બ્રોડરીવાળી શાલ પહેરી શકો છો. જે તમારા આઉટફ્ટિને વધારે સુંદર બનાવશે. સાથે પાર્ટી માટે સિલ્ક કે વૂલન શાલ પણ પહેરી શકો છો. આ રીતે જુદા જુદા પ્રકારની શાલ તમારા દરેક આઉટફિટ પર અને પ્રસંગ અનુસાર પહેરી શકો છો.

કઈ રીતે પહેરશો શાલ
જો તમે શાલને તમારું સ્ટાઇલ સ્ટેટમેન્ટ બનાવવા ઇચ્છતા હો તો જરૂરી છે કે તમે તેને એક અલગ અંદાજમાં પહેરો. તમે તમારા આઉટફિટ પ્રમાણે શાલને ટીમઅપ કરી શકો છો. જો તમે વેસ્ટર્ન વેર પહેરતા હો, જેમકે જિન્સ કે ટી-શર્ટ અથવા જેકેટ પહેરો તો શાલને સ્કાફ્ર્ની જેમ ઉપયોગમાં લઈ શકો છો. જો તમે ઠંડીના વાતાવરણમાં ભારતીય પોષાક પહેરીને બહાર જઈ રહ્યા હો, તો તમારા ડ્રેસની સાથે શાલને દુપટ્ટા તરીકે પહેરી શકો છો.  સાડી કે લહેંગા ચોલી સાથે હવે ડબલ પાલવ રાખવાની ફેશન વધારે જોવા મળે છે. તો શાલનો ઉપયોગ તમે પાલવ તરીકે પણ કરી શકો છો.

પોંચો
ઠંડીની સિઝન શરૂ થતાની સાથે જ સ્ટાઇલમાં પણ નવો લુક મેળવવા માટે પોંચો એટાયર ટ્રાય કરી શકો છો. હાલમાં પોંચોની ઘણી બધી રેન્જ માર્કેટમાં જોવા મળે છે. જેમાં પોંચોના લેટેસ્ટ ટ્રેન્ડ જોવા મળે છે. ઠંડીની સિઝન આવતાની સાથે જ દરેક યુવતી અને મહિલા એવું ડ્રેસઅપ કરવા ઈચ્છે છે, જે ઠંડીની સામે રક્ષણ આપે અને સાથે જ તેમને સ્ટાઇલિશ પણ દેખાડે. શિયાળામાં તેના માટેનું બેસ્ટ ઓપ્શન પોંચો છે. ઠંડીની ઋતુને ધ્યાનમાં રાખીને તે બેસ્ટ ગણવામાં આવે છે. જેને તમે વેસ્ટન કે ઇન્ડિયન બંને ડ્રેસ સાથે સરળતાથી પહેરી શકો છો.

પોંચોની પેટર્ન
પોંચોને શિયાળામાં કર્મ્ફ્ટેબલ માનવામાં આવે છે. પોંચો સામાન્ય રીતે ક્રોશે અથવા ઊનથી બનાવવામાં આવે છે. જોકે હવે માર્કેટમાં જુદા જુદા મટીરિયલમાંથી તૈયાર કરવામાં આવેલા પોંચો મળે છે. જેમાં અત્યારે કોલરવાળા પોંચો અને હાઇ નેક પોંચો વધારે લોકપ્રિય છે. ફેશનની વિવિધતાના કારણે પોંચોમાં પણ તેની નેક અને સ્લીવ્સની ડિઝાઇનને લઈને અલગ-અલગ પ્રયોગો થતા રહે છે. જેમાં કોલરવાળી નેક, રાઉન્ડ નેક, હાઇ નેક અને જુદા જુદા બટન્સની ડિઝાઇનને ફેશન તરીકે ઉપયોગમાં લેવાય છે. સ્લીવ્સમાં પણ અનેકવિધ ડિઝાઇન્સ જોવા મળે છે. સ્વેટર સ્ટાઇલ પોંચો હાલમાં વધારે લોકપ્રિય છે.

કઈ રીતે પહેરશો પોંચો
જ્યારે તમે કોઈ એક પ્રકારના પોંચોની પસંદગી કરો છો, ત્યારબાદ તેને કઈ રીતે પહેરવા તે ખૂબ અગત્યનું છે. પોંચોને એક આઉટરવેર તરીકે પહેરવામાં આવે છે. તેથી તમે તેને તમારા કોઈપણ ડ્રેસ સાથે પહેરી શકો છો. જો તમે અલગ દેખાવા ઇચ્છતા હો તો પોંચોને બીજા ડ્રેસ સાથે પણ ટીમ અપ કરી એક્સ્પેરિમેન્ટ કરી શકો છો. પોંચો ખરીદો ત્યારે તેની લંબાઈનું ખાસ ધ્યાન રાખો. તમારા ટૂંકા ડ્રેસ જેટલી જ તેની લંબાઈ હોવી જોઈએ. સાથે જ પોંચોના કલર સાથે મેચિંગ બોટમવેર પહેરવું. સાથેની હાઇ બૂટ્સ પણ પહેરી શકો. આ લૂકમાં તમે સ્ટાઇલિશ દેખાશો.