સુબ્રહ્મણ્યમ સ્વામીએ એર ઇન્ડિયા વેચવાના નિર્ણયને રાષ્ટ્રવિરોધી ગણાવ્યો

January 27, 2020

નવી દિલ્હી : પ્રખર અર્થશાસ્ત્રી અને ભાજપના સાંસદ સુબ્રહ્મણ્મય સ્વામીએ એર ઇન્ડિયા વેચવાના કેન્દ્ર સરકારના નિર્ણયને રાષ્ટ્રવિરોધી પગલું ગણાવતા આ પગલાંનો પ્રગટ વિરોધ કર્યો હતો. તેમણે કહ્યું કે આ દિશામાં કેન્દ્ર સરકાર આગળ વધશે તો હું સોદાને કોર્ટમાં પડકારીશ.

કેન્દ્ર સરકારે સત્તાવાર રીતે એર ઇન્ડિયાને વેચવાની જાહેરાત કરી દીધી હતી અને એ માટે પ્રારંભિક માહિતી આપતું મેમોરેન્ડમ પણ પ્રગટ કરી દીધું હતું.

સ્વામીએ કહ્યું કે એર ઇન્ડિયાએ કયાં કારણોથી આટલી જંગી ખોટ કરી તેનું પૃથક્કરણ કરીને સુધારાજનક પગલાં લેવાં જોઇએ અને ફરી એકવાર એર ઇન્ડિયાને તરતી કરી દેવી જોઇએ. એને વેચી દેવી એ તો પોતાની નિષ્ફળતા ઢાંકવાના પ્રયાસ રૂપ પગલું ગણાશે. આ એક રાષ્ટ્રવિરોધી પગલું છે એટલે હું એનો ખુલ્લો વિરોધ કરવાનો છું.