ગદર 3' પર આવી અપડેટ, અનિલ શર્માએ કહ્યું- 'ત્રીજા ભાગમાં તારાસિંહ પાકિસ્તાન નહીં જાય'

September 20, 2023

સની દેઓલ અને અમીષા પટેલની ફિલ્મ ગદર 2 સુપર ડુપર હિટ થઈ હતી, ફિલ્મે ભારતીય બોક્સ ઓફિસ પર 520.80 કરોડ રુપિયાનો બિઝનેસ કરી લીધો છે. તો વર્લ્ડવાઈઝ બોક્સ ઓફિસમાં ફિલ્મે 679.50 કરોડ રુપિયાનો કમાણી કરી છે. તમને જણાવી દઈએ કે ગદર 2 ની સફળતા બાદ હવે દર્શકો ગદર 3ની રાહ જોઈ રહ્યા છે. આ દરમ્યાન ફિલ્મ ડાયરેક્ટર અનિલ શર્માએ ગદર ના ત્રીજા ભાગ સાથે જોડાયેલી કેટલીક મહત્વની જાણકારી આપી હતી.  ગદર  અને ગદર 2ના ડાયરેક્ટર અનિલ શર્માએ જુમના એક ઈન્ચરવ્યુમાં કહ્યુ હતું કે તે ગદર 3માં પાકિસ્તાનવાળો એંગલ નહી રાખે. તેમણે કહ્યું કે ત્રીજા ભાગમાં  તારાસિંહ પાકિસ્તાન નહી જાય. અમે અમારા પાડોશી દેશને નીચે દેખાડવા નથી માંગતા. આ માત્ર એક સંયોગ છે કે બન્ને ગદરમાં પાકિસ્તાનનો એંગલ છે. પરંતુ ત્રીજા ભાગમાં એવુ નહી હોય. અમે પાકિસ્તાનને સફળતાનો ફોર્મુલા બનાવવા નથી ઈચ્છતા. અમે નથી ઈચ્છતા કે લોકો અમને પાકિસ્તાન વિરોધી સમજે.  ફિલ્મ ડાયરેક્ટર અનિલ શર્માએ કહ્યું હતું કે ગદર 3 માં બધા કલાકારો એજ રહેશે. ગદર 3 ને બન્ને ગદર કરતા મોટા લેવલ પર બનાવીશું. એવુ પણ બની શકે કે ત્રીજા ભાગમાં સની દેઓલનો હેન્ડ પંપ ઉખાડતો સીન પણ બતાવવામાં આવે.