ઇન્ટરનેશનલ ટ્રાવેલની સમીક્ષા કરવા PMનું સૂચન
November 28, 2021

દક્ષિણ આફ્રિકામાં મળી આવેલો કોરોનાનો નવો વેરિઅન્ટ ઓમિક્રોન ભારતમાં ફેલાય નહીં અને તેને કારણે સંક્રમણ વધે નહીં તે માટે સક્રિય અને સાવધ રહેવા પીએમ મોદીએ અધિકારીઓને તાકીદ કરી હતી. તેમણે ઇન્ટરનેશનલ ટ્રાવેલના નિયમો હળવા કરતા પહેલાં સ્થિતિની સમીક્ષા કરવા અનુરોધ કર્યો હતો.
નવા ખતરનાક વેરિઅન્ટ ઓમિક્રોને આખા વિશ્વમાં ફફડાટ ફેલાવ્યો છે ત્યારે દેશમાં કોરોનાની સ્થિતિ તેમજ વેક્સિનેશનની કામગીરી અંગે મોદીએ અધિકારીઓની ઉચ્ચ કક્ષાની બેઠક બોલાવી હતી જેમાં બે કલાક સમીક્ષા કરીને જરૂરી આદેશો આપ્યા હતા. ઓમિક્રોનના લક્ષણો અને તેની વિશ્વનાં અન્ય દેશોમાં અસરો અંગે અધિકારીઓએ મોદીને વાકેફ કર્યા હતા. ભારતમાં તેની સંભવિત અસરોનો મુદ્દો પણ ચર્ચાયો હતો. મોદીએ નવા વેરિઅન્ટના સંદર્ભમાં સજાગ તેમજ સક્રિય રહેવા તાકીદ કરી હતી.મોદીએ વિદેશથી આવતા પ્રવાસીઓનાં જિનોમ સિક્વન્સિંગ મેળવીને તેનું ટેસ્ટિંગ કરાવવા આદેશો આપ્યા હતા.
મોદીએ નવા ખતરા સામે લોકોને સાવધ રહેવા તેમજ માસ્ક પહેરવા અને સોશિયલ ડિસ્ટન્સિંગ જાળવવા જેવી તકેદારી રાખવા કહ્યું હતું. વિદેશથી આવતા તમામ પ્રવાસીઓનું કડક મોનિટરિંગ કરવા તેમજ ટેસ્ટિંગ કરવા અને ખાસ કરીને વધુ જોખમો ઘરાવતા દેશોને અલગ તારવીને તેનાં પર વધુ ધ્યાન આપવા સૂચન કર્યું હતું.
કેન્દ્ર સરકાર તેમજ આરોગ્ય મંત્રાલયે ઓમિક્રોનથી સંક્રમણ વધે નહીં તે માટે તત્કાળ પગલાં લેવાનું શરૂ કર્યું છે. સાઉથ આફ્રિકાથી મુંબઈ તેમજ અન્ય શહેરોમાં આવનારાઓ માટે ક્વોરન્ટાઇન તેમજ જિનોમ સિક્વન્સિંગ ફરજિયાત કરાયું છે.
Related Articles
ડ્રગ્સની તસ્કરી કરી રહેલા સરકારી શિક્ષક સહિત 4ની પાકિસ્તાન સરહદેથી ધરપકડ
ડ્રગ્સની તસ્કરી કરી રહેલા સરકારી શિક્ષક...
Aug 08, 2022
મોદી સરકારની નવી નીતિ : ચાઈનીઝ કંપનીઓ રૂ. 12,000થી સસ્તા સ્માર્ટફોન નહિ વેચી શકે
મોદી સરકારની નવી નીતિ : ચાઈનીઝ કંપનીઓ રૂ...
Aug 08, 2022
સ્વાતંત્ર્ય દિવસ નિમિત્તે તાજ મહેલને શણગારવા કોઈ વ્યવસ્થા નહીં, આગ્રાના તમામ સ્મારકો દેશભક્તિમાં તરબોળ
સ્વાતંત્ર્ય દિવસ નિમિત્તે તાજ મહેલને શણગ...
Aug 08, 2022
હિમાચલના ચંબામાં વાદળ ફાટવાથી ભારે નુકસાન, પુલ તૂટ્યુ
હિમાચલના ચંબામાં વાદળ ફાટવાથી ભારે નુકસા...
Aug 08, 2022
રાજસ્થાનમાં ભૂમાફિયાને રોકવા જતાં BJP સાંસદને ટ્રકથી કચડવાનો પ્રયાસ
રાજસ્થાનમાં ભૂમાફિયાને રોકવા જતાં BJP સા...
Aug 08, 2022
ઉપરાષ્ટ્રપતિ વેંકૈયા નાયડુને આજે સંસદમાં આપવામાં આવશે વિદાય
ઉપરાષ્ટ્રપતિ વેંકૈયા નાયડુને આજે સંસદમાં...
Aug 08, 2022
Trending NEWS

08 August, 2022

08 August, 2022

08 August, 2022

08 August, 2022

08 August, 2022

08 August, 2022

08 August, 2022

08 August, 2022

08 August, 2022

08 August, 2022