કાબુલમાં આત્મઘાતી હુમલો, 6ના મોત, 13 ઘાયલ

September 03, 2024

અફઘાનિસ્તાનની રાજધાની કાબુલ નજીક સોમવારે થયેલા આત્મઘાતી હુમલામાં ઓછામાં ઓછા 6 લોકોના મોત થયા છે અને 13 અન્ય ઘાયલ થયા છે. પોલીસ પાસેથી માહિતી મળી હતી. જેમાં કાબુલના પોલીસ વડાના પ્રવક્તા ખાલિદ ઝદરાને જણાવ્યું હતું કે કાબુલના દક્ષિણ પશ્ચિમ કાલા બખ્તિયાર વિસ્તારમાં વિસ્ફોટ થયો હતો.

ત્યારે આ અંગે વધુ માહિતી આપતા તેમણે કહ્યું કે મૃતકોમાં એક મહિલાનો પણ સમાવેશ થાય છે, જ્યારે 13 લોકો ઘાયલ થયા છે. ઘાયલોને હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા છે. પોલીસ ઘટનાની તપાસ કરી રહી છે અને હજુ સુધી કોઈએ આ ઘટનાની જવાબદારી લીધી નથી. મળતી માહિતી મુજબ ઘટનાસ્થળેથી ચાર શંકાસ્પદોની ધરપકડ કરવામાં આવી છે. તમને જણાવી દઈએ કે તાલિબાને ઓગસ્ટ 2021માં અફઘાનિસ્તાનમાં સત્તા કબજે કરી લીધી હતી.