સન ટેનિંગમાં કામના છે ચણાના લોટના 4 ફેસપેક, આ રીતે કરો ઉપયોગ

July 12, 2022

સીઝન કોઈ પણ હોય, સન ટેનની સમસ્યા કાયમ રહે છે. તેનાથી બચવા માટે ઘરની બહાર નીકળવાનું બંધ કરી શકાશે નહીં, ન તો ચહેરા પર કેમિકલ યુક્ત કોસ્મેટિકનો ઉપયોગ કરી શકાય છે એવામાં સન ટેનથી બચાવવા માટે તમે કેટલાક ઘરેલૂ ઉપાયોને ટ્રાય કરી શકો છો. જો તમે આ ઉપાયો કરશો તો તમારા ચહેરા પર ચમક પણ આવશે અને સાથે જ કોઈ સાઈડ ઈફેક્ટ થશે નહીં.

બટાકા અને બેસનનો પેક
2ચમચી બેસન અને એક બટાકું લો. બટાકાને છીણી લો અને તેનો રસ કાઢો. તેમાં બેસન મિક્સ કરો અને પેસ્ટ બનાવો. તેને સ્કીન પર એપ્લાય કરો અને લગભગ 15 મિનિટ સુધી રહેવા દો, જ્યારે આ પેક સુકાઈ જાય તો ફેસ વોશ કરી લો. ટેનિંગ ઓછું થશે.

દૂધ અને બેસનનો પેક
2 ચમચી બેસન લો અને તેને કાચા દૂધમાં મિક્સ કરીને પેસ્ટ બનાવો. તેમાં ગટ્ઠા ન બને તેનું ધ્યાન રાખો. તેને 20 મિનિટ સુધી ફેસ પર રહેવા દો અને પછી તેને ધોઈ લો. અઠવાડિયામાં 5 દિવસ આ પેસ્ટ લગાવવાથી ટેનિંગ ઘટશે અને રાહત મળશે.

લીંબુ અને બેસનનો પેક
બેસન અને લીંબુનો રસ સારી રીતે મિક્સ કરી લો અને તેને સ્કીન પર એપ્લાય કરો. જો સેન્સેટિવ સ્કીન છે તો આ પેસ્ટને ન લગાવો. તેને સૂકાવવા દો. આ પછી સાફ પાણીથી ધોઈ લો. તેને અઠવાડિયામાં 2 વાર લગાવી શકાય છે.

પપૈયા અને બેસનનો પેક
બેસન, પપૈયું અને ગુલાબજળ લો અને તમામને એકસાથે મિક્સ કરીને એક સારી પેસ્ટ બનાવો. તેને ટેનિંગવાળી સ્કીન પર સારી રીતે લગાવી લો. જ્યારે પેક સૂકાઈ જાય ત્યારે તેને સ્ક્રબ કરતા જાઓ અને સ્કીન પરથી હટાવો.