સનરાઈઝર્સ હૈદરાબાદે પંજાબને 69 રનથી પરાજીત કર્યું, પંજાબ 132 રનમાં જ સમેટાયું

October 09, 2020

નવી દિલ્હી : આઈપીએલ સીઝન 13માં 22ની ટક્કરમાં સનરાઈઝર્સ હૈદરાબાદે કિંગ્સ ઈલેવન પંજાબને 69 રનથી હરાવ્યુ છે. ટોસ જીતીને પહેલા બેટીંગ કરવા ઉતરેલી સનરાઈઝર્સ હૈદરાબાદની ટીમે 20 ઓવરમાં 6 વિકેટ ખોઈને 201 રન બનાવ્યા અને કિંગ્સ ઈલેવન પંજાબને જીત માટે 202 રનનો ટાર્ગેટ આપ્યો હતો.

જવાબમાં કિંગ્સ ઈલેવન પંજાબની ટીમ 16.5 ઓવરમાં 132 રન પર સમેટાઈ ગઈ હતી. કિંગ્સ ઈલેવન પંજાબ માટે નિકોલસ પૂરન(77)ને છોડીને કોઈએ પણ બેટીંગમાં ચાલ્યા નહોતા. વોર્નર અને બેયરસ્ટોની જોડીએ સનરાઈઝર્સ હૈદરાબાદને તોફાની શરૂઆત આપતા 100થી વધારે રનોની ભાગદારી આપી હતી. પાવરપ્લે પૂર્ણ થવા સુધીમાં હૈદરાબાદનો સ્કોર 58/0 હતો.

IPLની 22મી મેચ સનરાઈઝર્સ હૈદરાબાદ અને કિગ્ઝ ઈલેવન પંજાબ વચ્ચે રમાય રહી છે. ટોસ જીતીને પહેલા બેટિંગ કરવા ઉતરેલી સનરાઈઝર્સ હૈદરાબાદે 20 ઓવરમાં 6 વિકેટ ગુમાવીને 201 રન બનાવ્યા, પંજાબને જીત માટે 202 રનનો લક્ષ્ય આપ્યો.

સનરાઈઝર્સ હૈદરાબાદ માટે જોની બેયરસ્ટોએ સૌથી વધારે 97 રન બનાવ્યા. જ્યારે કપ્તાન ડેવિડ વોર્નરે 52 રનની ઈનિંગ રમી. વોર્નર અને બેયરસ્ટોએ પહેલી વિકેટ માટે 160 રનની ભાગીદારી નોંધાવી. તે સિવાય કેન વિલિયમસને 20 રન બનાવ્યા.