ગુજરાત હાઈકોર્ટમાં સુઓમોટો અરજી: HC એડવોકેટ એસોસિએશનને મહત્વપૂર્ણ સૂચનો કર્યા, આવતીકાલે સુનાવણી

May 03, 2021

કોરોના મહામારીને લઈને ગુજરાત હાઈકોર્ટમાં દાખલ થયેલી સુઓમોટો અરજી મામલે હાઈકોર્ટના એડવોકેટ એસોસિએશને HC સમક્ષ મહત્વપૂર્ણ સૂચનો મૂક્યા છે. જેમાં જણાવવામાં આવ્યું છે કે ગુજરાતના અનેક જિલ્લામાં કોરોનાની સ્થિતિ બેકાબૂ બની છે ત્યારે કોરોનામાં RTPCR ટેસ્ટનું ઝડપી પરિણામ મળે તેના માટે સૂચન આપવામાં આવ્યું છે. આ સિવાય આદિવાસી વિસ્તારમાં કોરોનાનું ટેસ્ટિંગ, સારવારનો અભાવ, ગ્રામ્ય વિસ્તારમાં ICU, નિષ્ણાંતોનો અભાવ જેવા મુદ્દાઓને લઈને સૂચનો આપવામાં આવ્યા છે. HC એડવોકેટ એસોસિએશને અમદાવાદમાં DRDO દ્વારા શરૂ કરવામાં આવેલી કોવિડ હોસ્પિટલમાં ચાલતી લાલિયાવાડીને લઈને હોસ્પિટલ હજુ સુચારૂરૂપે ન ચાલતી હોવાનું જણાવ્યું છે. અમદાવાદમાં કોરોનામાં પ્રાણદાયક કહી શકાય તેવા ઈન્જેક્શનના કાળાબજારી હજુ પણ બેફામ રીતે થઈ રહ્યા હોવાનું જણાવ્યું છે.

ગુજરાત હાઇકોર્ટે આજે કોરોનામાં લીધેલી સુઓમોટો અરજી મામલે હાઈકોર્ટે એડવોકેટ એસોસિએશને હાઇકોર્ટે સમક્ષ મહત્વપૂર્ણ સૂચનો રજૂ કર્યા છે. જેમાં રાજ્યમાં RTPCR ટેસ્ટિંગને લઈને અનેક મોટા સૂચનો કર્યા છે. રાજ્યના અનેક જિલ્લાઓમાં કોરોનાની સ્થિતિ બેકાબુ બની છે, ત્યારે RTPCR ટેસ્ટનું પરિણામ આવતા સમય વધુ લાગે છે આ મુદ્દે યોગ્ય નિર્ણય કરવા સૂચન કરવામાં આવ્યું છે. હાલ ઓક્સિજનની અછત સામે એડવોકેટ એસોસિએશને મહત્વપુર્ણ સૂચન કર્યા છે.

રાજ્યના આદિવાસી વિસ્તારમાં ટેસ્ટિંગ અને યોગ્ય સારવારનો અભાવ, સુરેન્દ્રનગર, ગોધરા, નર્મદા, વ્યારા, પાલનપુર, છોટાઉદેપુર, સાણંદ માટે અલગથી સૂચનો મુકાયા છે. જિલ્લાઓની પરિસ્થિતિ ગંભીર હોવાનું સૂચન કર્યું છે. ગ્રામ્ય વિસ્તારોમાં PHC સેન્ટર છે, પરંતુ નિષ્ણાંત ડોક્ટરો નથી. સુરેન્દ્રનગરમાં ગામડાઓની હોસ્પિટલોમાં વેન્ટિલેટરનો અભાવ છે. ગ્રામ્ય વિસ્તારોમાં ICU બેડ નથી. તાલુકા ક્ષેત્રે માત્ર દિવસના 50 એન્ટીજન ટેસ્ટ જ થાય છે. છોટા ઉદેપુરમાં.સિટીસ્કેન સેન્ટરનો અભાવ છે. છોટા ઉદેપુર રિમોટ એરિયામાં મેડિકલ સ્ટાફ અને એક્સપર્ટ ડોક્ટરનો પણ અભાવ છે.

HC એડવોકેટ એસોસિએશન રાજ્યના ગામડાઓમાં ધનવનતરી રથની પણ કામગીરી ઓછી જોવા મળી રહી હોવાનું સૂચન કર્યું છે. સુરેન્દ્રનગર કલેકટર દ્વારા કલેકટર ઓફીસમાંકામ કરતા કર્મચારી અને અધિકારીઓને પહેલા ટ્રીટમેન્ટ આપવામાં મનસ્વી નિર્ણયનો પણ ઉલ્લેખ કરાયો છે. અમદાવાદના GMDC હોસ્પિટલ હજુ સુચારુ રૂપે નહિ ચાલતી હોવાનું અવલોકન ગુજરાત હાઈકોર્ટે કર્યું છે. 108 એમ્બ્યુલન્સ અને શબવાહિની 8થી 10000 રૂપિયા ઉઘરાવતી હોવાની અમદાવાદમાં ફરિયાદ કરવામાં આવી હતી. 

કોરોનામાં રેમડેસ્ટિવર અને ઓક્સિજનની ગ્રામ્ય વિસ્તારોમાં મોટા પ્રમાણમાં અછત છે. મધ્ય ગુજરાતમાંથી દર્દીઓને સારવાર માટે વડોદરા સુરત જવું પડે છે. અમદાવાદમાં હજુ પણ રેમડેસિવીર અને ટોસિલિઝ્યુબેમના બ્લેક માર્કેટિંગની ફરિયાદ ધ્યાને લીધી છે. શહેરોમાં 15000ના ઇન્જેક્શનની 2.50 લાખ સુધી કાળાબજારી થાય છે. અત્રે નોંધનીય છે કે, આવતી કાલે હાઇકોર્ટેમાં સુઓમોટો મામલે મહત્વપુર્ણ સુનાવણી હાથ ધરાશે. સુનાવણી સમયે આ મુદ્દાઓ પર ચર્ચા થશે. રાજ્ય સરકાર પણ આજ સાંજ સુધી સોગંદનામું રજૂ કરશે.