સુરત ભાજપ સ્નેહમિલન :કાર્યકર્તાઓએ કેસરી સાફો પહેર્યો

November 24, 2021

સુરત : કચ્છથી શરૂ થઈને દક્ષિણ ગુજરાત સુધી દિવાળી સ્નેહમિલન કાર્યક્રમ થકી કાર્યકર્તાનો ઉત્સાહ વધારવા માટેનો આયોજન ભાજપ દ્વારા કરવામાં આવ્યું હતું. આજે સુરતના વનિતા વિશ્રામ ગ્રાઉન્ડ ખાતે પ્રદેશ પ્રમુખ પટેલના હોમટાઉનમાં સ્નેહમિલન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં મુખ્યમંત્રી પણ હાજર રહેશે. જ્યારે કેન્દ્ર ગૃહમંત્રી અમિતશાહ વર્ચ્યુઅલ માર્ગદર્શન આપશે. સ્નેહમિલન કાર્યક્રમને લઈને કાર્યકરોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. વનિતા વિશ્રામ ગ્રાઉન્ડ ખાતે મોટી સંખ્યામાં કાર્યકરો ઊમટી પડ્યા છે અને તમામ કાર્યકર્તાઓએ કેસરી સાફો પહેર્યો છે. દરમિયાન રાજ્ય ગૃહમંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે, સ્નેહમિલન કાર્યક્રમમાં ગુજરાતભરના ઉત્સાહનો સંચાર થયો છે. સુરત ઇતિહાસ રચવામાં માને છે. આજે પણ ઇતિહાસ રચાશે.

સમગ્ર રાજ્યમાં જે રીતે ભાજપના પ્રદેશ અધ્યક્ષ બન્યા બાદ કામ કરી રહ્યા છે. તે જોતાં સ્વભાવિક રીતે જ તેમની મહત્વકાંક્ષાને લઈને પણ ભારે ચર્ચાઓ થઈ રહી છે. આગામી વિધાનસભાની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીને ઝળહળતી સફળતા અપાવવા માટે તેઓ સતત પ્રયાસ કરી રહ્યા છે. પરંતુ સી.આર.પાટિલ માટે આંતરિક કલહ ને પહોંચી વળવું સૌથી વધુ કપરું લાગી રહ્યું છે. સી.આર.પાટીલ માટે જિલ્લા પંચાયત તાલુકા પંચાયત તેમજ નગરપાલિકાઓની ચૂંટણીમાં જે પ્રકારે ભાજપને સફળતા આપવામાં તેમની રણનીતિ કારગર સાબિત થઈ છે. તેને કારણે પાર્ટીમાં તેમનું કદ વધુ મજબુત થઇ રહ્યું છે.