સુરત: આગથી લગભગ આખી બિલ્ડીંગ બળીને ખાખ, કરોડોના નુંકસાનનો અંદાજ

January 23, 2020

સુરત : સુરતના રઘુવીર માર્કેટમાં લાગેલી આગથી લગભગ આખી બિલ્ડિંગ બળીને ખાખ થઈ ગઈ છે. તેમાં બિલ્ડિંગનો 14મો માળ બળીને ખાખ થઈ ગયો છે અને વેંટીલેશનના અભાવે આગ વિકરાળ બની છે. એલિવેશનના કારણે ફાયરની ટીમને ભારે જહેમત ઉઠાવી પડી રહી છે. ફાયરની ટીમ દ્વારા કરોડો લીટર પાણીનાં છંટકાવ છતાં આગ કાબૂમાં આવી નથી.

બિલ્ડીંગમાં આગ પ્રસરતા 300 કરોડથી વધુનું નુકસાન થયાનો અંદાજ છે. અને NDRFની ટીમને સ્ટેન્ડબાય કરાઈ છે. વહેલી સવારથી અત્યાર સુધી 3 કરોડ લિટરના પાણી મારો કરાયો છે. પરંતુ 15 કલાકની ભારે જહેમત બાદ પણ હજુ સુધી આગ કાબુમાં આવી નથી.

સુરતની રઘુવીર માર્કેટમાં ફરી એકવાર ભીષણ આગ લાગી છે. આગની ઘટના અંગેની જાણ ફાયર વિભાગને કરવામાં આવતા 48 જેટલી ગાડીઓ અને 200 જેટલા ઘટના સ્થળે પહોંચી હતી.

આગ બે કાબૂ બનતા ફાયર વિભાગે બ્રિગેડ મેજર કોલ જાહેર કર્યો હતો. ફાયર બ્રિગેડની ટીમ દ્વારા આગ પર કાબૂ મેળવવા માટે પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે. આગ એટલી બધી વિકરાળ લાગી છે કે તેના ધુમાડો કિલોમીટર દૂર જોવા મળી રહ્યા છે. 

સારોલી જકાતનાતા પાસે આવેલી રઘુવીર માર્કેટમાં રાત્રે સાડા 3 વાગ્યે બિલ્ડીંગના 13માં માળે આગ લાગી ત્યાર બાદ ધીમે ધમી પ્રસરતા સમગ્ર બિલ્ડીંગ આગના ચપેટમાં આવી ગઇ. આગ ક્યા કારણોસર લાગી તેનું ચોક્કસ કારણ સામે આવ્યું નથી. આ પહેલા પણ રઘુવીર માર્કેટમાં આઠમી જાન્યુઆરીએ આગની ઘટના બની હતી. ત્યારે ફરીવાર રઘુવીર માર્કેટ આગની ઝપેટમાં આવી ગયુ છે.