સુરત: ચલથાણ નજીક કાર નહેરમાં ખાબકી, ફાયર વિભાગનું દિલધડક રેસ્ક્યુ
December 14, 2021

- પાણીના ધસમસતા પ્રવાહ વચ્ચે એક જ પરિવારના 5 લોકોનું રેસ્ક્યૂ
સુરત શહેરના ચલથાણ મહાદેવ હોટલની નજીકથી પસાર થતી નહેરમાં એક સ્વિફ્ટ કાર ખાબકી હોવાનો બનાવ સામે આવ્યો છે. જો કે ડીંડોલી ફાયર સ્ટેશનના સ્ટાફ દ્વારા કારમાં સવાર તમામ લોકોને પાણીના ધમસમસતા પ્રવાહ વચ્ચે સલામત બહાર કાઢવામાં આવ્યા છે.
સેલવાસાનો ખાન પરિવાર પોતાની સ્વિફ્ટ કાર નંબર DN-09-H 1599માં સવાર થઈને અંકલેશ્વરથી દમણ તરફ જઈ રહ્યો હતો. આ દરમિયાન ચલથાણ મહાદેહ હોટલની નજીકથી પસાર થતી વખતે અચાનક કાર નજીકમાંથી પસાર થતી કેનાલમાં ખાબકી હતી. આ બાબતની જાણ થતાં પલસાણા પોલીસ તેમજ ડીંડોલી ફાયર સ્ટેશનનો કાફલો તાત્કાલીક ઘટના સ્થળે દોડી આવ્યો હતો.
ડીંડોલી ફાયર સ્ટેશનના જવાનોએ મોડી રાત્રે બચાવ કામગીરી હાથ ધરીને કારમાં સવાર 5 લોકોને રેસ્ક્યૂ કર્યાં હતા. કારમાં સવાર લોકોની ઓળખ અઝીમખાન (50), સુમૈયાખાન (42), સ્વેથાખાન (21), આલિયાખાન (21), ફાહિમખાન (18) તરીકે થઈ છે. હાલ તો પલસાણા પોલીસે કારને કબજે લઈને આગળની તપાસ હાથ ધરી છે.
Related Articles
રાજ્યમાં કોરોનાના નવા 15 કેસ નોંધાયા, 26 દર્દી સાજા થયા
રાજ્યમાં કોરોનાના નવા 15 કેસ નોંધાયા, 26...
May 22, 2022
રાજકોટમાં મહિલાએ પોલીસ સ્ટેશનમાં જ કરી આત્મહત્યા
રાજકોટમાં મહિલાએ પોલીસ સ્ટેશનમાં જ કરી આ...
May 22, 2022
વરસાદના આગમનની ઘડીઓ, દક્ષિણ ગુજરાતમાં વહેલા ચોમાસાનો અણસાર
વરસાદના આગમનની ઘડીઓ, દક્ષિણ ગુજરાતમાં વહ...
May 22, 2022
યાસપુરથી મોટેરાના 19 કિમીના રૂટ પર મેટ્રો ટ્રેનની ટ્રાયલ લેવાઈ
યાસપુરથી મોટેરાના 19 કિમીના રૂટ પર મેટ્ર...
May 22, 2022
મેકડોનાલ્ડમાં કોકાકોલામાંથી ગરોળી નીકળી રેસ્ટોરન્ટ સીલ, AMCએ નોટિસ ફટકારી
મેકડોનાલ્ડમાં કોકાકોલામાંથી ગરોળી નીકળી...
May 22, 2022
નવનીત પ્રકાશનના માલિક નવીનભાઈની હત્યાના ચકચારી કેસમાં 6 આરોપીને આજીવન કેદ
નવનીત પ્રકાશનના માલિક નવીનભાઈની હત્યાના...
May 21, 2022
Trending NEWS

22 May, 2022

21 May, 2022

21 May, 2022