ભારે વરસાદથી સુરત પાણી પાણી:બે કલાકમાં ત્રણ ઇંચ વરસાદ ખાબક્યો

August 05, 2022

સુરત : હવામાન વિભાગની આગાહી પ્રમાણે સુરતમાં બપોરના સમયે એકાએક ભારે વરસાદ પડવાનું શરૂ થયું હતું. બપોરના બેથી ચાર વાગ્યા સુધીમાં ત્રણ ઇંચ જેટલો ભારે વરસાદ પડ્યો હતો. કતારગામ ઝોનમાં બે કલાકમાં 78 એમ.એમ. વરસાદ પડ્યો હતો. જેના કારણે નીચાણવાળા રોડ-રસ્તાઓ ઉપર પાણી ભરાયા હતા. ગરનાળામાં પાણી ભરાતા વાહનો બંધ પડ્યા હતા અને ગરનાળાની બંને બાજુ ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા.
સુરતમાં બપોરના સમયે એકાએક ભારે વરસાદ પડવાનો શરૂ થયો હતો. જેના કારણે વાહન ચાલકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. રેઇનકોટ કે છત્રી વગર નીકળેલા લોકો ઓવરબ્રિજ નીચે ઉભા રહી ગયા હતા. જેના કારણે ટ્રાફિકજામ સર્જાયો હતો.