બાંગ્લાદેશને ૨૦૯ રનથી હરાવીને શ્રાીલંકાએ ૧-૦થી ટેસ્ટ શ્રોણી જીતી

May 04, 2021

કેન્ડી: પદાર્પણ ટેસ્ટ રમનાર પ્રવીણ જયાવિક્રમાએ મેચમાં કુલ ૧૧ વિકેટ ઝડપતા શ્રાીલંકાએ સોમવારે બીજી ટેસ્ટ મેચમાં બાંગ્લાદેશને ૨૦૯ રનથી હરાવીને
બે ટેસ્ટની શ્રોણીને ૧-૦તી જીતી લીધી હતી. શ્રાીલંકાને વિજય મેળવવા માટે છેલ્લા દિવસે વધુ પાંચ વિકેટની જરૂર હતી અને જયાવિક્રમાએ તેમાંથી ત્રણ
વિકેટ હાંસલ કરી હતી. આ સ્પિનરે મેચમાં કુલ ૧૭૮ રન આપીને ૧૧ વિકેટ પોતાના નામે કરી હતી. ટેબ્યૂ ટેસ્ટમાં આ કોઇ ટેસ્ટ બોલર દ્વારા આ ૧૦મું અને
શ્રાીલંકા તરફથી પ્રથમ ક્રમનું સર્વશ્રોષ્ઠ પ્રદર્શન રહ્યું હતું. જયાવિક્રમાએ ત્રણ વર્ષ પહેલાં બાંગ્લાદેશ સામે અકિલા ધનંજયે કરેલા બેસ્ટ પ્રદર્શનના રેકોર્ડને
તોડયો હતો. ધનંજયે ૪૪ રનમાં કુલ આઠ વિકેટ ઝડપી હતી. બાંગ્લાદેશે ૪૩૭ રનના ટાર્ગેટને ચેઝ કરતી વખતે પોતાની છેલ્લી ત્રણ વિકેટ આઠ બોલમાં
ગુમાવી દીધી હતી જેના કારણે ટીમનો બીજો દાવ ૨૨૭ રનમાં સમેટાઇ ગયો હતો. પાંચમા દિવસના પ્રારંભિક તબક્કામાં મેન ઓફ ધ મેચ બનેલા
જયાવિક્રમાએ લિટન દાસને (૧૭) એલબીડબ્લ્યૂ આઉટ કર્યો હતો અને ત્યારબાદ ત્રણ બોલના ગાળામાં બે વિકેટ ઝડપીને ઇનિંગમાં પાંચ વિકેટની સિદ્ધિ મેળવી
હતી. તેણે પ્રથમ દાવમાં પણ ૯૨ રન આપીને છ વિકેટ ઝડપી હતી. ઓફ સ્પિનર રમેશ મેન્ડિસે ૧૦૩ રનમાં ચાર બેટ્સમેનોને પેવેલિયન પરત મોકલ્યા હતા.
શ્રાીલંકાના સુકાની કરુણારત્નેને પ્લેયર ઓફ ધ સિરીઝ જાહેર કરવામાં આવ્યો હતો.