સુશાંત કેસ, ફાર્મહાઉસ પર સારા પહેલાં પાર્ટીમાં આવતી હતી

September 15, 2020

સુશાંતના ડ્રગ એંગલમાં રિયા ચક્રવર્તીની ધરપકડ કર્યા બાદ નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરો (એનસીબી) એ તેની તપાસ ઝડપથી આગળ વધારી દીધી છે. આ દરમિયાન સુશાંતના ફાર્મહાઉસની પણ તલાશી લેવામાં આવી હતી અને જેમાં અનેક ચોંકાવનારી બાબતો બહાર આવી હતી. ત્યારબાદ એક ન્યૂઝ દ્વારા તેનું સ્ટિંગ ઓપરેશન કરવામાં આવ્યું અને જેમાં સુશાંતના ફાર્મહાઉસ મેનેજરે મોટો ખુલાસો કર્યો છે. તેણે કહ્યું કે અભિનેત્રી સારા અલી ખાન સુશાંતની પાર્ટીમાં આવતી હતી. ત્યાર પછીથી રિયા ચક્રવર્તી પણ આવવા લાગી.


મેનેજર રઇસે જણાવ્યું હતું કે, સુશાંતના ફાર્મહાઉસમાં પાર્ટીઓ થતી હતી જ્યાં ઘણા બોલિવૂડ સ્ટાર આવતા હતા. મેનેજરે સારા અલી ખાનનું નામ પણ લીધું. રિયા ચક્રવર્તી સારા પછી જ ફાર્મહાઉસમાં આવી હતી. મેનેજરે એમ પણ કહ્યું કે, તેણે સુશાંતને ક્યારેય ડ્રગ્સ લેતો જોયો નથી પરંતુ તેની પાર્ટીઓમાં ધૂમ્રપાનના કાગળો માંગવામાં આવ્યા હતા. તે જાણતો નથી કે શા માટે તેમને ઓર્ડર આપવામાં આવ્યો. આગળ મેનેજરે કહ્યું કે, રિયા એપ્રિલથી આવવા લાગી હતી. 31 એપ્રિલે ફાર્મહાઉસમાં જન્મદિવસની પાર્ટીની ઉજવણી કરવામાં આવી હતી, જેમાં રિયાના માતાપિતા પણ આવ્યા હતા.


મેનેજરે સુશાંત વિશેની પણ કેટલીક નવી વાતોનો ઉલ્લેખ કર્યો હતો. તેણે કહ્યું કે, સુશાંત જ્યારે યુરોપથી પરત આવ્યો ત્યારે તેની તબિયત સારી નહોતી. તે ટાપુ પર જતો હતો અને બોટિંગ પણ કરતો હતો, પરંતુ તેને ખબર હતી કે તેમની તબિયત સારી નથી.’ આ અગાઉ સુશાંતના ફાર્મહાઉસ મેનેજરે કહ્યું હતું કે, આત્મહત્યાના આગલા દિવસે સુશાંતે ફાર્મહાઉસમાં રહેતા તેના ત્રણ પાલતુ કૂતરાના નામ પર ફંડ ટ્રાન્સફર કર્યું હતું.


સુશાંત આત્મહત્યા કેસના ડ્રગ્સ એંગલમાં રિયા ચક્રવર્તીની ધરપકડ કરવામાં આવી છે. પૂછપરછમાં રિયાએ બોલિવૂડ સેલેબ્સના નામ પણ એનસીબીને આપ્યા હતા. જેમાં સારા અલી ખાન, રકુલ પ્રીત અને સિમોન ખંભાતાના નામ શામેલ છે. પાવન ડેમ પર બનેલ આપતી ગવંડે નામના જે ટાપુ પર સુશાંત જતો હતો એ ટાપુ પર પણ એનસીબીની નજર છે